પ્રેમ વિશે ન પૂછો મુજને હવે,
હું નફરતમાં ભરોસો કરું છું.
આપ્યું હતું જ ક્યાં મને કશું
તોયે તારું તુજને અર્પણ કરું છું.
આશાનો દરિયો સુકાઈ ગયો
તેથી તો દર્દના ઝરણમાં તરું છું.
મને આ જીવનની શી ખબર!
હું તો તુજમાં જ જીવું છું ને
તુજમાં જ મરુ છું.
ખુદની જાતને બાળીને પ્રકાશ
હવે તુજને ધરું છું.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111532463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now