राम रामेति रामेति रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥

આપ સૌને શ્રી રામ-મંદિર શિલાન્યાસ બદલ અનેકાનેક શુભકામનો!

જીવનમાં કોઈ કોઈ દિવસો દિવાસ્વપ્નો સમાન કલ્પના લાગે પરંતુ, ભાગ્યવશાત ખુલ્લી આંખે એ સાકાર થયેલ દેખાય અને જે ખુશી અનુભવાય એ કદાચ વર્ણનાતીત હોય છે.

આપમાંથી ઘણાં એ મતના હશે કે ધાર્મિક ભાવનાઓનું આટલું પ્રદર્શન શું કરવાનું? પરંતુ, રામ એ ધર્મથી વિશેષ અને અધિક ઉપરનું વ્યક્તિત્વ છે જેને આજે આપણે ઉજવી શકવા સૌભાગ્યશાળી બન્યાનો આ આનંદ છે..
સનાતન ધર્મી, હિંદુ સમાજ માટે આજે દિવાળીથી પણ મોટું પર્વ છે એ હું ગૌરવપૂર્વક કહું છું છતાં, આપ બીજો કોઈ પણ ધર્મ કેમ ન અનુસરતા હો, આપને માટે પણ આ એટલો જ ગૌરવવંતો દિવસ છે..

આપ સચિન તેન્ડુલકર, શાહરૂખ ખાન, ડૉ. અમર્ત્ય સેન, સુનીતા વિલિયમ્સ, સુંદર પીચાઈ આ બધા માટે ગૌરવ અનુભવો છો....કેમ????
કેમકે એ આપણા દેશ વતી આપણો ચહેરો છે એમ માનીએ છીએ આપણે બધા તો પછી શ્રી રામ માટે ગૌરવ કેમ નહીં?? એ પણ મનુષ્ય હતા અને ભારત વર્ષ માટે અકલ્પ્ય એવા કાર્યો સિદ્ધ કરતા ગયા છે..

હું તેમને ભગવાન માનું એ મારી વ્યક્તિગત માન્યતા છે .. એમ તો જે-તે સમાજ સુધારકોને ભગવાન માની લોકો ઘરમાં ફોટો ટાંગે, મદિર બનાવે કે આખા ને આખા સંપ્રદાયો ચાલે તો શું તેનાથી એ વ્યક્તિ કોઈ ખાસ ધર્મનાં થઇ જાય છે કે બીજા ધર્મો વડે તિરસ્કૃત બની જાય છે?

રામને ફક્ત હિંદુ સંસ્કૃતિ પૂરતા સીમિત રાખવા કે માત્ર હિંદુ ગણી તેમને વખોડવા એ વ્યક્તિગત કુંઠા છે.. બાકી, રામ અત્ર-તત્ર, સર્વત્ર અને સર્વસ્વ છે... જીવનો પ્રાણ શિવ હોય તો સંસ્કાર રામ છે!

આપને ખ્યાલ છે આપણા ભારત સિવાય દુનિયાનાં કેટલા દેશોમાં શ્રી રામ એક વિશેષ વ્યક્તિ તરીકે પૂજાય છે?? જાણવાની ઈચ્છા હોય તો આ લીંક તપાસી જોજો... http://lordrama.co.in/ramayana-in-different-parts-of-the-world.html

બાકી, મારે માટે અને મારા જેવા કરોડો લોકો ચાહે ભારતીય હોય કે બીજા કોઈ પણ દેશનાં રહેવાસી કેમ ન હોય રામ એટલે શું? એ જાણવું હોય તો આ વાંચી જુઓ...
-
-
-
-https://swatisjournal.com/04-ram-etle/

#series #articles #WithLoveSwati #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Gujarati Blog by Swati Joshi : 111532084

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now