🍁! *અયોધ્યામાં આનંદ* !🍁

*જેની જોતા હતા વાટ આપણે*
*અહિં એવો સુરજ ઉગશે*
*સદીઓ વિત્યાં પછી અવધમાં*
*હિંદ દીવો પ્રગટાવશે*
*વાર તિથિ તારીખ સહિત*
*ભારતભૂમિ પર ઉતરશે*
*બરો..બર માથે રહી સુરજ*
*મંદિરનો મુહૂર્ત નિહાળશે*
*હર ભારતીયોનાં હૈયા આજ*
*આનંદથી ભરપુર હશે*
*સાધુ સંતો ની વાત શું કરવી*
*એતો મસ્તીમાં મશગુલ હશે*
*નથી મળી જન્મભૂમિ સસ્તી*
*ઈતિહાસ એનો વાંચવો પડશે*
*જેણે જેણે દીધા છે બલીદાન*
*એને પણ યાદ કરવા પડશે*
*મતભેદ કેરા અંધાર ભારત દૂર ભગાડશે*
*અયોધ્યા કેરી જ્યોતિ જગતમાં*
*નિરંતર પ્રકાશ ફેલાવશે*
*સત્ય સનાતનની ઈંટ જ્યારે મૂકાશે*
*"જય શ્રી રામ"નો નાદ*
*જગતભરમાં ગુંજીઉઠશે.*

Gujarati Religious by Parmar Narvirsinh : 111531949

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now