" લાગણીઓ ના અતુટ સંબંધો "


ન જાણતા હોવા છતાં,
ન પારખતાં હોવા છતાં,
ના ઓળખાણ હોવા છતાં,
ક્યારેય પહેલાં મળ્યા પણ ન હોય તેમ છતાં, Bindu 🌺
ન જાણે કેમ કોઈ સાથે લાગણી બંધાય છે
આપણે બનાવીએ છીએ આવા લાગણી ઓ ના સંબંધો અને આવી લાગણી જ ખરા અર્થમાં તો સાચો સંબંધ પુરવાર કરે છે કારણ કે લોહીના સંબંધો તો ભગવાન બનાવે છે પણ આવા લાગણીના સંબંધો તો આપણે જ બાંધીએ છીએ ને? લોહીના સંબંધો તો પરાણે બંધાયા હોય છે જ્યારે લાગણીના સંબંધો આપણે જાતે જ બાંધીએ છીએ માટે આવા એક અતૂટ સંબંધો કે જેમનું પાછળ ખરાબ ના બોલવું કે ખરાબ સાંભળી પણ ન શકવું.... હંમેશા તે વ્યક્તિ થી દૂર હોવા છતાં પણ તેનાં માટે પ્રાર્થના કરવી આનાથી વિશેષ શું હોઈ.... માટે મારા
મતે તો આ લાગણી નો સંબંધ જ શ્રેષ્ઠ સંબંધ છે આમાં મિત્ર પણ હોય અને હિતેચ્છુ પણ હોય.... ક્યારેય સાથે મળવાનાં જ નથી કે સાથે રહેવાના નથી એ ખ્યાલ હોવા છતાં તેના માટે હૃદય થી થતી ચિંતા અને સહાનુભૂતિ ની લાગણી... Bindu 🌺 ૩૧/૦૭/૨૦
ખરેખર કેટલા સુંદર હોય છે આ સંબંધો "લાગણીઓ ના અતુટ સંબંધો"
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu _Maiyad : 111531610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now