જવાબદારી માં ખોવાઈ ગયા
એ મિત્રોમાં માસુમ બાળપણ હજી શોધું છું
મોજ શોખ ખાતર શિકાર કરતા
એ માણસમાં માણસાઇ હજી શોધું છું
જન સેવા કરવા ચુંટાયેલા
એ નેતાઓ માં ઈમાનદારી હજી શોધું છું
બનાવી ને જે ભુલી ગયો છે
એ સર્જનહાર ભગવાનને હજી શોધું છું
સબંધો સાંચવવામાં જ ગરકાવ
એ મારા પોતાનામાં ખુદને હજી શોધું છું