તું હવા છે, ગગન છે, ધરા છે,
તું જ શ્વાસ છે, અને તું જ ઉશ્વાસ.

તું આન છે, બાન છે, શાન છે,
તું જ વીર છે, તુ જ ધીર ગંભીર.

તું વાદળ છે, વરસાદ છે, ઝાકળ છે,
તું જ જળ છે, અને તું જ સરોવર.

તું સાંજ છે, સવાર છે, દિવસરાત છે,
તું અજવાસ છે, અને તું જ અંધકાર.

તું તાલ છે, રાગ છે, રાગીની છે,
તું જ સંગીત છે, અને તું જ અનહદનાદ.

તું રજ છે, પુષ્પ છે, ખુશ્બુ છે,
તું જ વન છે, અને તું જ ઉપવન.

તું કોમળ છે, કઠણ છે, નરમ છે,
તું જ તાપ છે, અને તું જ આગ.

તું નાજ છે, સાજ છે, શણગાર છે,
તું જ "મહિમા" અને તું જ મસ્તકનો તાજ.
- સંગીઅખિલ 'અખો'

Gujarati Poem by sangeeakhil : 111529533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now