રોજની ફિક્સ મુલાકાત મારી આ સાંજ સાથેની
ક્યારેક કલબલ કરતાં પંખીઓને સાંભળવાની
અને છેલ્લે એમને પ્રેમાળ વિદાય આપવાની
અચૂક મળતાં વાદળો પાછળનાં અજવાસ માણવાની
તો કયારેક શીતળ સુરજદાદાને થોડો વધુ સમય રહે એની આજીજી કરવાની..
સવાલ ઉઠ્યો મનને કે આદત કેમ છે સૂરજદાદાને રોજ સાંજે જ ઠંડો મિજાજ રાખવાની
જાણું છું મારા મનની બહું વિચિત્ર આદત અઢળક સવાલ પૂછવાની
જો રોજની મુલાકાત હોય તો જરૂરી છે સૂરજદાદાનાં હ્દયને જાણવાની
સીધી વાત તો થાય નહીં એમની સાથે આદત છે એમને ગુસ્સામાં રહેવાની
છેલ્લે પંખીઓ સાથેની થોડી #પુછપરછમાં જાણવાં મળ્યું કે રાહ જોવાય છે ચાંદનીના આગમનની

#પૂછપરછ

Gujarati Good Evening by I. B. T. : 111529525

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now