સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
વિષય:- સમય


લઘુ વાર્તા વિજેતા

દ્વિતિય નંબર:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

કાના માત્રા વગરનો સમય.કોઈના પણ ટેકા વગર એકલો અડીખમ ઊભેલો સમય. ભલભલાને ભૂ પાવા ની તાકાત છે એનામાં.રાજાને રંક અને રંકને રાજા બનાવી દીધા છે સમયે. જુઓને આજે , સમય નથી નું બ્હાનું બતાવી દૂર રહેતા હતા તેમને માટે સમય એવો આવ્યો કે મળવા માટે મન તરફડિયાં મારે. એટલે જ તો કહેવાય છે કે સમય સમય ની વાત છે.
જીવનમાં સમયનું ખૂબ જ મહત્વ છે. હંમેશા સમય વર્તીને ચાલો એવું વડીલો કહેતા.સમય આપણને શિસ્તપાલન, સંબંધની જાળવણી બધું જ શીખવે છે.દરેક કામ સમયાનુસાર કરીએ તો જીવનચક્ર બરાબર ચાલે.કુદરત નો ક્રમ પણ જુઓને, સમય અનુસાર ઋતુઓ આવે.ઋતુઓ પ્રમાણે ફળ, ફુલ, અનાજ, શાકભાજી વગેરે થાય. સમયાનુસાર સૂર્યોદય, સૂર્યાસ્ત થાય.સુખી થવું હોય તો સમયપાલન નો આગ્રહ રાખવો.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૪-૭-૨૦૨૦

Gujarati Story by Vibhuti Desai : 111529481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now