પૂછપરછ કરશે તો પણ હવે કંઈ ફરક પડશે નહીં,
આપેલા જખ્મોના ઈલાજ થઈ શકશે નહીં.!
છુપાવ્યા છે મેં ઘણા આંસુઓ આંખોના ઊંડા સમંદરમાં,
માટે તારા હોવાના હોવાનો હવે કોઈ ફરક પડશે નહીં.!
પથ્થર બન્યું છે આ હૃદય માટે પાણીની અસર થશે નહીં,
લાખ કરે ચતુરાઇ તો પણ દિલ હવે છેતરાશે નહીં.!
લાગણીઓના વહેણમાં વહેતા રહ્યા ઘણા,
આ કીમતી લાગણીઓની મશ્કરી હવે સહી શકાશે નહીં.!
ઘણી હિંમત ભેગી કરીને ઉભા થવાય છે "દર્શ" અહીં,
પછી બિચારામાં એની ગણતરી હવે થઈ શકશે નહીં.!
દર્શના
#પૂછપરછ

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111529477

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now