અંધારા ને કહો લલચાવે નહીં,
ઉજાસ તરફ પગ વળ્યા છે અબી હાલ,
આકાશ ને કહો નિતરે નહીં,
પાપણો સુકાણી છે અબી હાલ,
એક આંગળી એ આંસુ ઘણા લુછ્યા,
તાળી પાડતા આવડી છે અબી હાલ,
રસ્તાઓ તો ઘણા ઘુમીયા,
મંઝિલ મળી છે અબી હાલ,
સિતારના તાર તો તૂટ્યા ને સંધાયા,
બાસુરી સાથે નાતો થયો છે અબી હાલ,
બે હોઠ વચ્ચે થી ગામચોવટ ઘણી કરી,
જીભે તારું નામ ચડ્યું છે અબી હાલ,
જો લે તું મને તારી શરણોમાં,
જિંદગી તારી ચરણે ધરી દઉં અબી હાલ.

Gujarati Poem by Urvashi Trivedi : 111529104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now