*મિત્ર!*

શું લખું મિત્ર વિશે....?
શબ્દો ખૂટી જાય અને લાગણી ઓછી પડે એવું નામ એટલે મિત્ર!
મિત્ર હું તારા વિશે કશું જ ના લખી શકું...
કારણ! લખી તો એના વિશે શકાય જે શબ્દોમાં સમાઇ શકે...! અને મારી પાસે એ શબ્દો જ નથી...કે જેમાં હું તને સમાવી શકું...!
તારું હોવું જ મારા માટે કાવ્ય છે..
તારી વાતો જ મારા માટે છંદ છે..તને મળવું મારી જિંદગીનો એક મધુર લ્હાવો છે...તારી નજીક હોવું છું...ત્યારે હું મારી પોતાની નજીક હોવું છું...જગત માટે સુખ દુઃખની વ્યાખ્યા જુદી હશે...પણ મારે માટે તો...મારા મિત્રનો સંયોગ એટલે જ સુખ...!
અને મારા મિત્રનો વિયોગ એટલે જ દુઃખ...!
મારા જીવનમાં રંગો તારા થકી જ તો છે...મારાં જીવનનું અજવાળું તું જ છે...
પથ્થર શી મને...કોહિનૂર બનાવનાર પણ તું જ છે...મારે મન તો મિત્રનો મેળાપ એટલે જ મેળો...!
મિત્રનો સંગાથ એટલે જ ઉત્સવ...!
ને...મિત્રનો સહવાસ એટલે જ ઉજાણી...! પ્રભુ! તે મને અઢળક ભેટો આપી છે....
પણ...મિત્રતા તો મારે મન પ્રસાદ છે.. તારા હોવાની અનુભૂતિ છે...
એક અજબનું વળગણ...
સ્વાર્થ વગરનું સગપણ...
લાગણીઓનું ગળપણ...
સ્નેહનું સમર્પણ...
ભાવભીનું તર્પણ...
મારાં મિત્રોને સાચાં દિલથી
પ્રેમભર્યુઁ અર્પણ...

મિત્રતા દિવસની આપ સૌને મારાં તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
#પૂછપરછ

Gujarati Blog by Mahesh Vegad : 111528934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now