વાટ ખૂટે પણ વાત નહીં
સાથ છૂટે પણ સ્નેહ નહીં
મધમધતા બાગ તણાં પુષ્પો,
કરમાશે પણ છોડશે સુવાસ નહીં

રખડતાં ને મળ્યા રાહબર બની
લાગ્યા ઘાયલ પર મલમ બની
વહાવી નિર્મળ પ્રેમ ની સરવાણી,
રકતસંબધ થીં પણ મહાન મૈત્રી બની.

દરીયા થી વિશાળ છે દોસ્તી -યારી
પણ કદી નહીં એમાં ખારાશ નિહાળી
મિત્રો સાથે ની દરેક ક્ષણ હોય મિજબાની,
ઓછી પડે એક મૈત્રી દિન ની ઉજાણી.
-અપેક્ષા દિયોરા.

Gujarati Poem by Apeksha Diyora : 111528748

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now