સામાજિક જવાબદારી ... એક નૈતિક ફરજ ...

નીચે એક લિંક આપેલી છે જ્યાં માતાજીના વ્રત કરીને પછી મૂર્તિને ગમે ત્યાં પધરાવી દેવાય છે.. મારો તાતપર્ય કોઈની ધાર્મિક લાગણીને દુભાવાનો નથી પણ આજે આ વીડિયો જોઈને ચોક્કસ કહીશ કે સામાજિક જવાબદારી અદા કરવામાં આપણને હમેશા નિસફલતા મળી છે..

       દશામના વ્રત કર્યા ને હવે અંતિમ દિવસે મૂર્તિની વિસર્જન પ્રક્રિયા જોતા મને માણસ તરીકે ખરેખર દુઃખ થાય છે કે લોકો આમ જાણે ધર્મ પાલન ને એક ફ્રોમાલિટી સમજીને જેમતેમ પૂરું જ કરવા માંગે છે..

              બંધારણમાં દરેકને સમાનતા ની સાથે સ્વતંત્રતાની પણ જોગવાઈ છે જેમાં ગમે ત્યાં રહેઠાણ , હરવું ફરવું , વાની સ્વતંત્ર, ધર્મ પાળવાની સ્વતંત્રતા વગેરે છે પણ ક્યારેક એનો દુરુપયોગ આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ ક્યાંકને ક્યાંક કોઈ કચાશ રહી જ જાય છે..

   આ હક તો ભોગવી લઈએ છીએ પણ ફરજ પાલનમાં ઉણા ઊતરીએ છીએ ..

બસ એટલે જ આપડે આપણો ખુદ વિકાસ નથી કરી શકતા..


       હવે મૂળ વાત દશામાંના વ્રતની તો અહીં તસ્વીરમાં જોઈને થાય છે કે...
        આવા વ્રત નો શો લાભ માતાજીની જરૂર હતી ત્યાં સુધી ઘરમાં રાખ્યા ને પછી આમ રસ્તે રઝળતા કર્યા .. એના કરતાં વ્રત ના કરવા સારા કોઈ માતા દશા બગાડે મહી એવું મારુ માનવું છે અને બગાડે તો એ માતા ના હોય.. માતા તો દયાળુ હોય કપૂતને પણ પ્રેમ આપે એવી ત્યાગની મૂર્તિ હોય ..અને બીજું કે.

માતાજી ભગવાન છે હું પણ માનું છું પણ એમને માટે આકરા વ્રત કરવા જુરી નથી મનથી માંનો તો એ બધે જ છે નહીતો ક્યાંય નહીં
આપડી દશા માતાજી નય પણ આપડી મેહનત અને દેશનું બંધારણ સુધારે છે..

એકવાર ઓએમજી (OMG) મુવી જોઈલો..સમજાઈ જશે

બંધારણે સ્ત્રીઓને નોકરી વ્યવસાય ભણતરમાં સમાન અધિકાર આપ્યો છે એટલે એના ગુણગાન ગાવ એની પૂજા કરો એનો અભ્યાસ કરો આમ મનુવાદી વિચારધારા માં ફસાઈને પોતાની પ્રગતિમાં પોતે જ રોડા ના નાખો
સમજદાર અને જવાબદાર નાગરિક બનો

આ લિંક જરૂર જોજો..
સમજાઈ જશે




#સલામ તને બંધારણ ના ઘડવૈયા

Gujarati Thought by Bhavna Jadav : 111526255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now