ગયા વર્ષે લખાયેલી એક માઇક્રોફિક્શન...


"સ્માર્ટ ફોન"

"રાહુલ, પિંકી ચાલો જમવા"
"કેટલી બુમો પાડું છું તો પણ આ છોકરા સાંભળતા જ નથી, મોબાઈલમાં જ પેસી રહે છે ? શું મળતું હશે એમાં ?"

મમતાબેન છોકરાઓને બુમો પાડતાં રહ્યાં પણ એમનો ૨૦ વર્ષનો રાહુલ પબ્જી રમવામાં વ્યસ્ત હતો અને ૨૪ વર્ષની પિંકી ટિકટોકના વિડિઓ જોવામાં. મમતાબેન ડાઇનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરી રાહ જોવા લાગ્યા. આ તો રોજનો નિત્યક્રમ થઈ ચૂક્યો હતો. મમતાબેન ગુસ્સો પણ કરતાં તોય છોકરાને કોણ સમજાવે !! છોકરાઓને મોબાઈલમાંથી પરાણે બહાર કાઢી જમવા બેસાડતાં.

આવતી ૨૪ માર્ચે મમતાબેનનો જન્મ દિવસ આવતો હતો. રાહુલ અને પિંકીએ પોતાના પોકેટ મનીમાંથી થોડા પૈસા બચાવ્યા હતાં. મમ્મીને ગિફ્ટ આપવા. જન્મ દિવસના દિવસે જ રાહુલ અને પિંકીએ મમતાબેનને સ્માર્ટ ફોન ગિફ્ટ કર્યો. ધીમે ધીમે મમતાબેન ફોન વાપરવાનું પણ શીખી ગયા.
થોડા દિવસ પછી રાહુલ અને પિંકી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટેની બુમો પાડી રહ્યાં હતાં અને મમતા બેન રસોઈ કરતાં કરતાં યુ ટ્યુબ પર કુકિંગ શૉ જોવામાં વ્યસ્ત હતાં.

લે. નીરવ પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111525349

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now