બસ આટલું આપ..!

હે ઈશ્વર, માંગ્યું ક્યારેય...કે ઉડવા માટે મને બે પાંખો આપ.
પીઠમાં થતાં ઘાથી બચવા મને બોચીમાં પણ બે આંખો આપ.

દોસ્ત આપે તો સાથે-સાથે વફાદારીનો એમને ઈરાદો આપ.
દુશ્મન આપે તો એમની સાથે સ્મશાન સુધીનો નાતો આપ.

જોઈ ગરીબના આંસુ, સળગી ઉઠું એવો ભીતરમાં બફારો આપ.
પોતીકાઓ માટે ખુશીથી ખર્ચી નાંખું એવો આ જન્મારો આપ.

ફૂલોની નથી ખેવના, કે નથી કહેતો મને સુગંધી અત્તર આપ.
પરસેવાથી ખરીદીને કુટુંબ સમાવી શકું એવું માથે છત્તર આપ.

તોબા-તોબા નથી કહેતો કે મને લાખો-કરોડો રૂપિયા આપ.
દુઃખ આપે તો ભલેને આપે, મિત્રો બે-ચાર સમદુખિયા આપ.

નસીબ આપે તો ક્ષણભરનું અને પ્રેમ તારો મને બહોળો આપ.
સુંવાળી પથારીને બદલે સુવા માટે, મારી માંનો મને ખોળો આપ.

'શિવાય' બોલ્યો ક્યારેય કે મને અફાટ, વિશાળ દરિયો આપ.
એ ખુશ થતાં હોય તો હળાહળ વિષથી પ્યાલો મને ભર્યો આપ.

-જતીન પટેલ (શિવાય)

Gujarati Poem by Jatin.R.patel : 111521445
Bhumi Bhoot Butani 3 years ago

બહુ મસ્ત લખો છો તમે

Shefali 4 years ago

Awesome 👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now