આજ યાદોનું ભાણું ખોલ્યું જ્યારે
ત્યારે સંઘરેલી યાદોની વાની પીરસાણી.
કોઈ હતી લાઈવ ઢોકળા જેવી તરોતાજા,
વળી કોઈ થઈ ગઈ હતી સૂકા શાક જેવી.
અમુક યાદો ઉભરાતી હતી ઉકળતી દાળ જેમ,
ને કોઈક વળી થઈ ગઈ હતી ઠંડા ભાત જેવી.
ચો પડીમાં ઘી ચોપડાય ને સુગંધ પ્રસરાય,
તેમ અમુક યાદો તાજી થઈ સુખ ફેલાવા લાગી.
ક્યારેક મળે સૂકો રોટલો ને પેટ ભરવું પડે,
તેમ જ અમુક યાદો એ દિલ ભરી દીધું.
ભાવે છે જીભને તીખું-મીઠું-ગળ્યું-ખારું ચવાણું,
ખટ-મીઠ્ઠી યાદો એ પણ ભરી દીધી હળવાશ.
આજ ફરી સંઘરવું પડશે બધું મનમાં,
તો જ માણી શકાશે નવી યાદોની મીઠાશ.
#સંઘરવું

Gujarati Poem by દીપા : 111520794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now