કવિતાં :- " દિકરી નાં અવસર "

દિકરી નાં અવસરની વાત જ્યારે થાતી...
મારે મન મુંઝવણ એક હંમેશાં થાતી....
કે મારે ઘેર થાય પગલાં દિકરીનાં...
દિકરી આવતી તો સાથે ખુશીઓ પણ લાવતી...

દાદા માટે તો એ લાકડી ગણાંય....
અને બા માટે ઘડપણનો ટેકો....
ક્યારે તક મળે ને વ્હાલ કરી આવું....
દિકરી શોધતી હંમેશ એવો મોકો....

પપ્પા ની આંખોમાં એક દ્રશ્ય છે....
કે બેટા કહીશ તું ક્યારે મને પપ્પા....
પિતા વાતો કરે ને દિકરી સમજે પણ નહીં...
તોય કલાકો સુધી મારે છે ગપ્પા....

મમ્મી માટે તો દોસ્ત કહેવાતી...
અરસ - પરસ બેઉં ની લાગણીઓ વહેંચાતી....
દિકરી બોલે પણ નહીં ને બધું સમજી પણ જાય....
એવી " આરના " ની મમ્મી એ કહેવાતી....

હવે એટલું જ કહેવું છે બેટાં " આરના "....
પપ્પા જુએ છે રાહ તારી ક્યારનાં.....
જલ્દી મોટી થઈ જા પછી ભેગા બેસીને....
યાદ કરીશું જુનાં સંભારણા.... .

- કવિ સાત્વિક દેરાશ્રી " સાર " .
#daughters #love #poetry #kavita #lyricist

Gujarati Poem by કવિ સાત્વિક દેરાશ્રી સાર : 111520548

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now