જનતા તણું દુખ જગતમાં કોઇ સાંભળતુ નથી
મધ્યમવર્ગના માનવ તરફ કોઇ ધ્યાન ધરતું નથી
મોંઘવારી ચક્કી મહી, પિસાઇ રહ્યો છે માનવી
તેલ કાઢે છે શરીરનું , છતાં કંઇ વળતું નથી
મિજબાનીઓને પાર્ટીઓમાં ભોજન ઊડે મનભાવતાં
ભૂખ્યા પેટે ભમતાં ઘણાં ,છતાં કોઇ ધ્યાન ધરતું નથી
જેમ તેલ હોય દિપક મહી તો,તૈયાર થાય સૌ બાળવા
પણ જો નિર્ધન બને માનવી તો, કોઇ સંઘરતું નથી
#સંઘરવું

Gujarati Poem by Ramesh Parmar : 111520495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now