માસિકધર્મ...(પિરિયડ્સ)...
માન્યતાઓ અને તથ્ય....

મહાન પુરુષપ્રધાન સમાજની ઓછી વિચારધારા...સંકુચિતતા...

ઇશ્વરભાઇ... સમાજનું નાક... બોલ્યો વેણ ઝિલવા આખોય સમાજ ખડેપગે. ઇશ્વરભાઇનો બોલ એટલ ઇશ્વરનો બોલ.ખુબ મોભાદાર જીવન જીવ્યું. બધાંમાં અવ્વલ રહ્યા. હવે ઇશ્વરભાઇની ઉંમર થઇ,ઇશ્વરને ઇશ્વરના ધામે જવાના ટાણાં આવ્યા. જીવનકાળની બધી વાતનો સંપૂર્ણ સંતોષ. એટલે જીવ તો મોક્ષ પ્રાપ્તિને આરે આવી જ ગયો...
થયું કે લાવને એકની એક દિકરીના માથે હાથ ફેરતો જાઉં,એટલે જીવ સદ્‌ગતે જાય. બસ અંતિમ ઇચ્છા પૂરી કરવા પહોંચ્યા દિકરીના સાસરે. હોંશે હોંશે ડેલીએ પહોંચ્યા અને સાદ પાડ્યો,"ઢિંગલી ઓ ઢિંગલી..." દિકરી ઘણા વર્ષે પિતાનો સાદ સાંભળી દોડતી આવી અને ઓસરીમાં જ જડ બની ઉભી રહી ગઇ.આંખો ચોધારે વહેવા માંડી....
ઇશ્વરભાઇ પોતાની અંતિમ ઇચ્છા પુરી કરવા દિકરીને હાથ ફેરવા જેવા સમીપ ગયા એવા તો દિકરી બે પગ પાછી ખસી ગઇ...
"હં હં બાપુ મને ના અડતા..."
પણ કેમ દિકરી???
"હું ધર્મમાં છું..."

અહોહો!!! આ શું !!!???
ઇશ્વરભાઇને તો "કાપો તો લોહી ના નિકળે" આવી પરિસ્થિતિ થઇ ગઇ...
જીવનભર સમાજના ખોટા દંભમાં રાચીને આખુંય આયખું બગાડ્યાની અનુભૂતિ થઇ. પોતે જો ધારે તો એક સાદે સમાજને આ "આભડછેટ"ના દૂષણ માંથી બહાર કાઢી શક્યા હોત... હવે તો કયા ભવે છૂટશું? એય મોટો પ્રશ્ન બની ઉભો રહી ગયો,એમની સામે. પોતાના જ બનાવેલા કે ચલાવી લીધેલા સમાજના આવા દૂષણો સામે "આંખ આડા કાન કર્યા ",એણે જ આજે એકના એક કાળજાના કટકાને હાથ ફેરવા ના દીધો...


શું ખરેખર એ સમયે સ્ત્રી અપવિત્ર હોય છે?
શું ખરેખર એની આભડછેટ લાગે?
શું આજના મોર્ડન યુગમાં પણ આ શક્ય છે?
શું આમાં કંઇ સાચું છે? કે બસ માન્યતાઓ?
આવા તો અનેકવિધ પ્રશ્નો છે...
તો સૌથી પહેલાં  આપણે  માસિક  વિશેની  માન્યતાઓ  અથવા ગેરમાન્યતાઓ  અને  આ  સમય દરમિયાન જે તે સ્ત્રી  પર મૂકવામાં આવતા  પ્રતિબંધો  વિશે વાત કરીએ.

માસિક ધર્મ  આવે ત્યારે મહિલા પોતાના પરિવારના પુરૂષોને ન મળી શકે. તેમને રસોડામાં જવાની કે રસોઈને અડવાની ન હોય. એમ પણ  માનવામાં આવે છે કે જો તે અથાણાંનો અડે તો અથાણાં  બગડી જાય. 

માસિક  આવ્યાના  પ્રથમ  બે દિવસ  વાળ  ધોવાની કે કપાવવાની મનાઇ.  તે મંદિર  કે  અન્ય કોઈ  પ્રાર્થના સ્થળે ન જઈ શકે.  આ બધી  પાબંદીઓ  પાછળ  એવી માન્યતા કામ કરે છે કે માસિકમાં  આવેલી સ્ત્રી "અશુદ્ધ"  કે પછી "અપવિત્ર" થઈ  જાય છે.

એવું  નથી  કે આવી  માન્યતાઓ  માત્ર આપણા દેશમાં જ છે. દુનિયાભરના  લોકો આ  બાબતે  જુદી  જુદી  માન્યતાઓ  ધરાવે છે. જેમ કે  પોલેન્ડના  લોકોના મતે પિરિયડ્સ  દરમિયાન  જો  સ્ત્રી  તેના પતિ  સાથે સમાગમ  કરે તો  તેના પતિનું  મૃત્યુ થાય.

અમેરિકા  અને બ્રિટનના  લોકોના  મતે "મહિલાઓ માસિક દરમિયાન  કેમ્પમાં ન જઈ શકે. રખેને રીંછને  દૂરથી જ  તેની વાસ આવી જાય તો ??"
"તમારું  માસિક શરૂ ન થાય ત્યાં સુધી  તમે તમારા વાળને વાંકડિયા ન કરી શકો."

રોમાનિયાના  લોકો માસિકમાં  આવેલી મહિલાઓને  ફૂલોને અડવા નથી દેતા. તેમની માન્યતા પ્રમાણે,"આવા વખતે જો કોઈપણ  મહિલા ફૂલોને  સ્પર્શ કરે તો તે ઝટ મૂરઝાઈ  જાય."

ફિલિપાઈન્સના લોકોની પ્રથમ માસિક  વિશેની માન્યતા તો સાવ અવિશ્વસનીય છે. તેઓ  માને  છે કે,"સૌપ્રથમ વખત આવેલા  માસિકના  રક્તથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા સુંદર-  સ્વચ્છ બને છે."

કોલંબિયાની  પ્રજાની માન્યતા  મુજબ  પિરિયડ્સ દરમિયાન  ઠંડા પીણાં  પીવાથી પેટમાં  વળ  પડે  છે. 

ઈઝરાયલના  લોકો મહિલાને માસિક  આવે ત્યારે તેના આખા  ચહેરા  પર તમાચા  મારે છે. તેઓ  માને  છે કે આમ કરવાથી  જે તે યુવતીના  ગાલ કાયમ માટે  મઝાના લાલ  લાલ થઈ જાય છે.

મલેશિયાની  પ્રજા  માને છે કે જે  તે સ્ત્રીએ  તેનું ઉપયોગમાં  લેવાયેલું  સેનિટરી  પેડ  ફેંકવા પહેલા ધોઈ નાખવું જોઈએ.  જો તે પોતાનું પેડ ધોયા વિના ફેંકી દે તો તેને ભૂત વળગે  છે.

અહીં એ જાણવું પણ આવશ્યક  થઈ પડે  છે કે મહિલાઓના  પિરિયડ્સ  વિશે  ધાર્મિક પુસ્તકો  શું  કહે  છે.  વિદ્વાનો  કહે  છે કે ધાર્મિક પુસ્તકોમાં  ચોક્કસપણે  કહેવામાં આવ્યું  છે કે માસિકમાં  આવેલી સ્ત્રીએ    સમાગમ  તેમ જ ગૃહકાર્યોથી  દૂર રહેવું  જોઈએ.  તેણે  ઘરના અન્ય સભ્યોથી  અલગ રહેવું જોઈએ. 

પરંતુ તેનો અર્થ એવો  નથી કે આ સમય દરમિયાન  જે તે સ્ત્રી  અપવિત્ર થઈ જતી હોવાથી  તેણે અલગ  રહેવું  જોઈએ.  વાસ્તવમાં  પિરિયડ્સ  દરમિયાનના સ્ત્રીના  સ્વાસ્થ્ય   અને કાર્યશક્તિને  ધ્યાનમાં લઈને આ  પ્રકારની સલાહ આપવામાં આવી  છે. 

પરંતુ આપણે   તેનું  ખોટું  અર્થઘટન  કરીને તે સ્ત્રીને  અપવિત્ર  ગણીએ  છીએ.ધર્મ કહે છે કે આ સમય  દરમિયાન  સ્ત્રી કોઈપણ  જાતની ખલેલ વિના  આરામ કરી શકે એટલા માટે તેને બધાથી  અલગ રહેવાની  ભલામણ  કરવામાં આવે છે. આધુનિક  તબીબો  પણ  ઘણા અંશે  આ  વાત સાથે સહમત  થાય  છે. જો કે તેઓ  ચોક્કસ  પ્રતિબંધો દૂર  કરવાની  તરફેણ  કરતાં  કહે  છે કે, "અગાઉના  સમયમાં  સેનિટરી  પેડ્સ  નહોતા  તેથી જે સ્ત્રીને માસિક  આવે  તેને અલગ  ઓરડામાં  રાખવામાં  આવતી."
પરંતુ  જો આજે પણ આ પ્રથા જારી રાખવામાં  આવે, તો "માસિકમાં આવેલી સ્ત્રી  અપવિત્ર  હોય છે",એ માન્યતાને  બળ મળશે.  વળી આજે  બજારમાં  કંઈકેટલીય  બ્રાન્ડના  સેનિટરી  પેડ્સ  ઉપલબ્ધ  છે. તેનો ઉપયોગ કરતી સ્ત્રીઓ  આસાનીથી  સર્વત્ર હરીફરી  શકે  છે,  કામ કરી શકે  છે, નૃત્ય કે અન્ય સ્ટંટ પણ  કરી  શકે  છે. તેથી તેને ઘરના એક ખૂણામાં  બેસી રહેવાની જરૂર નથી.  હા, તેને  ચોક્કસ  પ્રકારનો આહાર ન આપવા  પાછળનું   કારણ એ છે કે અમુક આહાર  હોર્મોન્સનું   સંતુલન  ખોરવી  નાખે છે. બહેતર  છે કે આ સમય  દરમિયાન  સંતુલિત  આહાર લેવામાં આવે. વધુ પડતા રક્તસ્ત્રાવને લીધે કમજોરી જેવી સમસ્યાઓ આવે છે,એટલે સંપૂર્ણ આરામ અને આહારની એને જરુર છે.
બાકી તો પ્રકૃતિનું રજસ્વલા થવું એટલું પવિત્ર અને આવશ્યક છે જેટલું પુરુષનું ઉત્પન્ન થવું અને થતાં રહેવું. સૃષ્ટીની નિરંતરતા માટેનું આ અતિ પવિત્ર ચરણ છે.આ સમયે સ્ત્રી અપવિત્ર નહીં અપિતુ પૂજનીય છે. ઇશ્વરે આપેલ વરદાનને ધારણ કરનાર એ છે એટલે જ આપણું અસ્તિત્વ છે.
તો મિત્રો, માસિકમાં આવેલી બહેન,દિકરી,વહુને ખોટી માન્યતાઓનો ભોગ ના બનાવતા એ કઠીન સમયમાં એનો સાથ આપવો એ આપણું કર્તવ્ય છે. સમાજને સુધારવો છે તો શરુઆત સ્વયંથી કરો,સમાજ સ્વયં સુધરી જશે.ખરેખર મેન્સીસ એ કોઇ શર્મનાક વાત નથી. બરાબર કાળજી લેવાય તો થોડા આરામ સાથે સ્ત્રી બધા જ કામો કરી શકે છે. નોકરી કરતી સ્ત્રીને દર મહિને ચાર દિવસની રજા કોણ આપવાનું છે? ભણેલી ગણેલી યુવતીને સ્વચ્છતાના પાઠ પઢાવવાની પણ જરૂર નથી. તે બધું સમજે છે અને યોગ્ય રીતે વર્તે છે.

માસિક ધર્મના ૪ દિવસોમાં સ્ત્રીને સહાનુભૂતિ અને થોડા આરામની જરૂર છે,જો આટલું સમાજ સમજી લે તો પણ ઘણું છે.

સ્ત્રી પોતે સમજીને કે તેની શ્રદ્ધારૂપે મંદિરમાં કે રસોડામાં ના પ્રવેશે એ તેની મરજીની વાત છે. પણ તેના પર પ્રતિબંધ મૂકવો એ અન્યાય છે. 


હું તો આ અન્યાય હવે નહી થવા દઉં...
અને તમે?
શ્રાવણમાસમાં આ એક શુભ સંકલ્પ લેશો?

વિચારજો એકવાર...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...

Gujarati Blog by Kamlesh : 111520416
Kamlesh 4 years ago

ધન્યવાદ બિંદુજી...

Bindu _Maiyad 4 years ago

સાચી અને સચોટ વાત છે આપની... આપણી વિચારધારા માં પરિવર્તન ની જરુર છે...👌👍

Kamlesh 4 years ago

ધન્યવાદ સંગિતાજી...

Sangita Behal 4 years ago

Very touching 👏🙏

Kamlesh 4 years ago

ધન્યવાદ મમતાજી...

SHILPA PARMAR...SHILU 4 years ago

હા ,આભાર.....😊

Kamlesh 4 years ago

હા ચોક્કસ... આવતી પોસ્ટમાં ભવિષ્યપુરાણની વાતો મોકલાવીશ...

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી...

SHILPA PARMAR...SHILU 4 years ago

ના ના આખું પુરાણ નહીં....પણ....થોડુંક....એમાંથી કઈંક ખાસ બાબતો... જે ક્યારેય સાંભળી ના હોઈ.... કઈંક જુદું જાણવા મળશે......

Parmar Geeta 4 years ago

હ્રદય સ્પર્શી.. 🙇👏👏👏🙏

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી

Kamlesh 4 years ago

૪૪૮ પાનાં છે... આ પોસ્ટવાળો અધ્યાય કંઇક લાંબો નહીં ચાલે???

Kamlesh 4 years ago

આખું પુરાણ??

SHILPA PARMAR...SHILU 4 years ago

Mne to aje khbar padi ke bhvishy puran pan hoi.......... Tme tmari next post ma...bhavishy puran vishe....kaink smjavsho....???

Kamlesh 4 years ago

આપણા શાસ્ત્રોમાં -ગરુડ પુરાણ,શિવ મહાપુરાણ,વાયુ પુરાણ એવા ૧૮ પુરાણો લખાયેલા છે. એમાંનું એક ભવિષ્યપુરાણ છે.

SHILPA PARMAR...SHILU 4 years ago

Aa ભવિષ્ય પુરાણ એટલે....!!???🤔🤔

Kamlesh 4 years ago

એટલે શ્રીકૃષ્ણ ભગવાન આ વાત કહીને નારીની મહત્તાને વધારે છે... નહીં કે ઓછી...

Kamlesh 4 years ago

હા શેફાલીજી...ભવિષ્યપુરાણમાં તો છે... બાકી જાણ નથી..

SHILPA PARMAR...SHILU 4 years ago

બાપ રે ભગવાન ,શ્રી કૃષ્ણએ એવું પણ કહ્યું હતું મને તો આજે ખબર પડી.......મેં એવું કયારેય ક્યાંય આવું સાંભળ્યું નથી......ગુરુજી એન્ડ શેફાલી દી....આ ચર્ચા માટે ખૂબ આભાર....કઈંક જાણવા મળ્યું......માટે....

Shefali 4 years ago

જો એમના કથનનું એવું જ અર્થ ઘટન હોય તો એનો ઉલ્લેખ બીજે પણ હોવો જોઈએ મારા ખ્યાલ થી..

Kamlesh 4 years ago

એટલે ભગવાન શ્રીકૃષ્ણના કથનનો મર્મ એ છે કે,"રજસ્વલા નારીના હાથનું ભોજન ગ્રહણ કરે છે એ જીવને ૮૪ લાખ યોનીઓના ફેરા ના કરવા પડતાં ફક્ત એક યોની બાદ તરત મનુષ્યયોનીમાં અવતાર મળે છે...

Kamlesh 4 years ago

હા શેફાલીજી... આ વાત અક્ષરશઃ સત્ય છે. આ શબ્દો છે ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયેલા અને ૧૮ પુરાણોમાંના એક એવા ભવિષ્યપુરાણમાં લખાયેલા... રહી વાત ધર્મગુરુની તો એમણે ફક્ત આની તરફ ધ્યાન દોર્યું છે આપણું... પરંતુ અડધું જ્ઞાન આપીને... કહેવાય છે ને કે,"અધૂરું જ્ઞાન વિનાશકારી છે"... આ રીતે... ૮૪ લાખ યોનીઓના પરિભ્રમણ બાદ જીવ ફરી વાર મનુષ્ય અવતાર લે છે. હવે આમાં સ્ત્રી માટે શ્વાનયોની અને પુરુષ માટે વૃષભયોની ૮૪ લાખમાંની છેલ્લી યોની છે. આના પછી એ જીવ સીધો મનુષ્યયોનીમાં જન્મ લે છે. આ છે સંપૂર્ણત: સત્ય...

Kamlesh 4 years ago

જીવનો મનુષ્ય દેહ ત્યાગ થયા બાદ બીજી યોનીમાં અવતરણ થવું એ શાશ્વત છે શિલુજી...

Shefali 4 years ago

સાચે આવા શબ્દો વપરાયા હતા? આવું તો હમણાં કોઈ ધર્મગુરૂ એ કહ્યું એવું સાંભળ્યું હતું, બાકી જો પુરાણોમાં આવું કહ્યું એ માનવું અઘરું છે, અથવા શબ્દ પકડીને મર્મ નથી સમજી રહ્યા એવું લાગે..

SHILPA PARMAR...SHILU 4 years ago

ખરેખર ,આવું હોઈ....!!! મને તો આજે ખબર પડી ગુરુજી..... પણ ખાલી ભોજન ગ્રહણ કરવાથી કોઈ માણસ શ્વાન બને એ પણ આવતા જન્મ માં.....!!!!!🤔🤔🤔🤔

Kamlesh 4 years ago

ધન્યવાદ સોનલજી...

Kamlesh 4 years ago

જેમ કે ભવિષ્યપુરાણમાં શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે,"જે જીવ રજસ્વલા નારીના હાથનું ભોજન ગ્રહણ કરે છે એ જીવ આવતા જન્મે શ્વાન અથવા તો વૃષભ યોનીમાં જન્મ લે છે...

Kamlesh 4 years ago

હમમ... હોઇ શકે...

Kamlesh 4 years ago

સત્યવચન..

Shefali 4 years ago

બની શકે આ પણ એક કારણ હોય, તોય આના સિવાય કોઈ સ્ટ્રોંગ કારણ હોઈ શકે એવું મારું માનવું છે.m

Shefali 4 years ago

હા નાના સિટી માં કે ગામડાઓમાં હજી કદાચ આવો માનસિક ત્રાસ આપવામાં આવતો હશે, બાકી મોટા શહેરોમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. બાકી એ દિવસોમાં ધાર્મિક કાર્ય કરવાની વાત હું નથી સ્વીકારી શકતી, અમુક માન્યતાઓ ની પાછળ કોઈ સબળ કારણ હોવાનું અને એને સ્વીકારી લેવાય એવું મારું માનવું છે.

Kamlesh 4 years ago

ધાર્મિક કાર્યો ના કરવાનું અને ધાર્મિક સ્થળોથી દૂર રહેવું એનું પણ યોગ્ય કારણ આપે છે શાસ્ત્રો... શાસ્ત્ર કહે છે કે જેમ દૈવી શક્તિઓ આ સૃષ્ટીમાં વિદ્યમાન છે એવી જ રીતે આસુરી શક્તિઓ પણ વસે છે. અને જ્યાં સુરીશક્તિ હોય છે ત્યાં આસુરી શક્તિઓ છૂટે છે. ભાગે છે. હવે આ સમય દરમિયાન જો કોઇ રજસ્વલા એ શક્તિઓના પરિધમાં આવે તો આસુરી શક્તિઓ એ દૈવી શક્તિઓથી બચવા માટે રજસ્વલા સ્ત્રીને પોતાનું આવાસ બનાવે છે.એટલે શાસ્ત્રોમાં એવી જગ્યાએ જવાની મનાઇ છે. અને ધાર્મિક ક્રિયાઓ થી પણ દૂર રહેવાનું કહે છે...

Kamlesh 4 years ago

ધન્યવાદ પારુલજી..

Kamlesh 4 years ago

આપની વાત એકદમ સાચી છે શેફાલીજી... આ દિવસોમાં એમને સંપૂર્ણત: આરામ મળે અને દરેક આનું પાલન કરે એ હેતુસર આ વાતને ધર્મ સાથે જોડવામાં આવી હતી... આ નિયમો બન્યા ત્યારે એ વખતે આપણી પાસે બીજા કોઇ વિકલ્પો નહોતા.આજે ઘણા વિકલ્પો છે. બીજું કે પુરુષપ્રધાન સમાજ હંમેશાથી સ્ત્રીનું એનકેન પ્રકારે શોષણ જ કરતો આવ્યો છે. અમુક બુદ્ધિજીવીઓએ આને પણ એક અવસર બનાવી લીધો,સ્ત્રીને પિડિત કરવાનો. અરે એ તો પહેલાં જ પિડાઇ રહી છે,અને ઉપરથી આપ એને આભળછેટ રુપી માનસિક પિડા આપો? આ કેટલું યોગ્ય ગણાય??

Kamlesh 4 years ago

ધન્યવાદ હિનાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ દિપાલીજી

Kamlesh 4 years ago

ધન્યવાદ નિધિજી

Kamlesh 4 years ago

ધન્યવાદ શિલુજી

Kamlesh 4 years ago

ધન્યવાદ ક્રિષ્નાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ રોહિણીજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ પ્રમોદભાઇ...

Kamlesh 4 years ago

ધન્યવાદ જીજી

Kamlesh 4 years ago

ધન્યવાદ વિદ્યાજી

Kamlesh 4 years ago

આભાર સોનલજી

Kamlesh 4 years ago

ધન્યવાદ જિજ્ઞાશાજી

Shefali 4 years ago

બાકી ઘરમાં એને રૂમમાં પુરાઈ રહેવું એતો આમ પણ આ જમાનામાં શહેરોમાં અશક્ય જેવું કામ છે. પણ ધાર્મિક કામ કરવા અંગે હું સેહમત નથી, એનું યોગ્ય કારણ જાણી લેવું જોઈએ એક વાર, મારા ઘરમાં જ્યારે કોઈ પીરીયડ માં હોય છે તો એ દિવસો દરમિયાન ધાર્મિક કાર્ય જેમકે દીવો કરવો કે ધાર્મિક પુસ્તક ને સ્પર્શ કરવો, દેરાસર જવું વગેરે બંધ રહે છે. અને મને લાગે છે કે એ વાતને માનવા પહેલા એક વાર યોગ્ય વ્યક્તિ જોડે આની જાણકારી લઈ લેવી જોઈએ.. બાકી આપના વિચારો સરસ જ છે..

Shefali 4 years ago

સરસ.. આની પાછળ એક કારણ કદાચ એવું હોઈ શકે કે આ દિવસો દરમિયાન સ્ત્રીને ઘણી વાર શારીરિક તકલીફ થતી હોય છે અને હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાના કારણે મૂડ સ્વિંગ પણ ઘણા આવતા હોય છે, તો કદાચ બની શકે કે ધર્મ જોડે જો આરામની વાત જોડવામાં આવે તો બધા એનું ફરજિયાત પાલન કરે અને સ્ત્રીને એટલા દિવસ આરામ મળી રહે, સાયન્ટાઈફિક કારણ એક એવું પણ છે કે એ દિવસો દરમિયાન સ્ત્રીના શરીરમાંથી ઘણી નકારાત્મક ઊર્જા નીકળતી હોય છે જોકે આ વાતની મને અધકચરી જ જાણકારી છે.

HINA DASA 4 years ago

આવકારદાયક પગલું

... Dip@li..., 4 years ago

👌👌👌👌👌👏👏👏👏👏👏👏🙌🙌🙌. #1

Pramod Solanki 4 years ago

I agree with you 👌👌👌

Vidya 4 years ago

ખુબ જ મહત્વની વાત કહી ....🙏🙏🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ખૂબ જ ઉમદા અને આવકાર્ય વિચાર.. 🙏🙏🙏

Sonal 4 years ago

સત્ય વાત કહી ભાઈ આપે 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now