આજે મેં જોયું શિવજી ના મંદિર માં દૂધ ના લોટા લઇ ને આવતા ભગતો , હા હું તો ભગતો જ કહું એ લોકો ને આસ્થા છે શિવજી પર . ભગતો આવે દૂધ ના લોટા લઈને શિવજી પર એ દૂધ નો અભિષેક કરે . દૂધ ની સાથે સાથે ફુલ નો પણ અભિષેક કરે . એ અભિષેક કરેલું દૂધ થાળું માંથી બહાર જાય ત્યારે એક પાંચ થી આઠ વર્ષ નો ગરીબ નો છોકરો એ અભિષેક કરેલું દૂધ પોતાના વાસણ માં ફુલ ને એક બાજુ કરીને ભરતો હતો!!!

શું આને જ શ્રદ્ધા માનવી??? બસ દૂધ નો અભિષેક કરવા થી શિવજી ખુશ થશે?? કોઈ નાનુંબાળક ભૂખ્યું રહે છે . એ દૂધ જો શિવજી પર અભિષેક ના કરીને જો એ બાળક ને આપ્યું હોત તો!!!

ગુજરાત એટલે કે બધી જ વાત માં આગળ રેહવા વાળું રાજ્ય છે , પણ આ માં પણ આગળ જ છે , મંદિરો માં કરોડો ના દાન કરે પણ કોઈ ને જરૂરીયાત હોય એને નહીં આપે . સાવ આવી તો નહતી આપણી સંસ્કૃતિ તો આ બધું આજે કેમ આમ??  આપણી સંસ્કૃતિ એટલે કે પેહલા બીજા નું વિચારવા વાળી .

સોરી શિવજી પણ હું કોઈને એવી હાલત માં ના જોઈ શકું , હું તમારા પર દૂધ,ફુલ નો અભિષેક નહતી કરતી ને દાન પેટી માં એક રૂપિયો પણ નથી નાખતી . પણ હા કોઈ બાળક ભૂખ્યું ના રહે એને હું જરૂર નાસ્તો આપું,મારાથી બને એટલું હું આપું છું.


#ધર્માંધ

Gujarati Religious by ગુજરાતી છોકરી iD... : 111516629
Vihad Raval 4 years ago

આમીર ખાન કહે છે કે દૂધ ના ચઢાવવું જોઈએ ગરીબોને મદદ કરવી જોઈએ પણ દૂધ ચઢાવવામાં પણ કંઈક વૈજ્ઞાનિક કારણ જ છે. હિન્દુ ધર્મની દરેક માન્યતામાં કંઈક વૈજ્ઞાનિક તથ્ય છે. દૂધ શિવલિગ ને પણ ચઢાવવું અને ગરીબોને પણ આપવું. એ જ આમીરખાન બકરી ઇદ ના દિવસે કતલ થતા હજારો બકરા માટે કંઈ જ બોલતો નથી. નિરાશાની વાત એ છે કે આપણે આવા લોકોની વાત માની પણ લઈએ છીએ. હિંદુઓ ની આજ નબળાઈ છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now