*સાસુ-વહુની એક લઘુકથા* -અજ્ઞાત ( પ્રાપ્તિ સ્થાન: વોટ્સએપ)

*આ લો મમ્મી, આ ત્રણ હજાર તમારી પાસે રાખો નવી વહુએ નોકરી જતી વખતે સાસુને કહ્યું. સાસુની આંખોમાં પાણી આવી ગયું સાસુએ કહ્યું બેટા આટલા બધા પૈસાનું મારે શું કરવું છે* ?

*મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે. હું એક મહિનાથી જોઈ રહી છું. શાકવાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ વધુ પૈસા માંગે છે. તમારી પાસે આ રકમ ભલે રહી*

*અરે બેટા તારા સસરાજીનું પેન્શન આવે છે ને. એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માંગ્યે દર મહિને આપી દે છે સાસુએ હસીને કહ્યું*

*મમ્મી, તમે કિટી પાર્ટી જોઈન્ટ કરી લો. તેમની સાથે ફિલ્મ, ભેલ પાર્ટી, નાટક વગેરે માણો. તમારી જિંદગી જીવો. તમારા દીકરાએ મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે. મોટા ભાઈ અમેરીકા છે, દીદી પોતાને સાસરે ખુશ છે. હવે તમે નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો. હવે તમે તમારા માટે જીવો.*

*આટલી નાની ઉંમરમાં આવડી મોટી મોટી વાતો તને આ ઉંમરમાં કોણે શીખવી વ્હાલી દીકરી* ?

*હું દસ બાર વર્ષની હોઈશ ત્યારે એક વાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા. મારી મમ્મીએ છસ્સો રૂપિયા કાઢી તેમના હાથમાં મુક્યા અને બોલી બચ્ચાઓને બહાર ફરવા લઈ જજો. નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો,પીવડાવજો તથા રમકડાં અપાવજો. દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા. તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારેય ખર્ચ કર્યા નહોતા*

*એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ*

*હવે મારો વારો છે તમારી સખી બનવાનો મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી. કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને. કેટલી ઈચ્છાઓ તથા તમારી મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડયું હશે તમારે. આ સિવાય, દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે. તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી. મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ*

*હવે તને ઓફીસ જવાનું મોડું થશે બેટા તું નીકળ. મમ્મી મને બોલવા દો આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી માએ કહ્યું હતું કે ૧૮ કલાક કામના ઢસરડા કરનાર મહિલાને કોઈ સમજતું નથી. પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે. પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ.*
*સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હ્રદયથી વહુના ગાલે હાથ ફેરવ્યા અને પછી તે વહુ આંખો સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા. તેમણે મનોમન કહ્યું, મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું મારી વ્હાલી વહુ દીકરી*

*બધી સાસુ અને વહુ વચ્ચે આવા સંબંધ પાંગરે તો ઘર એક સ્વર્ગ બની જાય*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Motivational by અમી વ્યાસ : 111515776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now