જિંદગી કેટલી કડવી હતી કે
હું બેહોશ થઈ ઉભી છું મધદરિયે.

આંખ ખોલી ત્યારે તો ખબર પડી
કે હવે પાછળ વળી શકાય એમ નથી.

ચારેકોર દરિયા ના ઉછળતા મોજા છે
નથી કોઈ કિનારો દેખાતો કે નથી કોઈ હોળી.

બસ ઉભી છું હું બેહોશ થઈ
આજે
મારું બોલકું મૌન ઉછળી રહ્યું છે
મારો બોલકો જીવ પણ ઉછળી રહ્યો છે

જા જા પાર કરી લઈશ આ દરિયો
પણ જવું કંઈ દિશામાં એનો ઘુઘવાટ છે મારી અંદર.

હોકાયંત્ર ક્યાં છે મારી પાસે કે
નક્કી કરી લઉં કંઈ દિશામાં જવું છે મારે.

બેહોશ થઈ ક્યાં જીવવું હતું મારે
આજ મધદરિયે આવી ઉભી છું ઉઘાડી આંખે.

ક્યાં સુધી ઉભી રહીશ આ દરિયાની વચ્ચે
ચાલ કૂદી પડું સૂરજની સાથે.

#રેખા Patel


#બેહોશ

Gujarati Thought by Rj Tada : 111515648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now