જે લોકોને પ્રકૃતિમાં રસ છે અને વૃક્ષ વિશે જાણકારી ધરાવતા હશે તેઓ ખાખરા એટલેકે કેસુડાના વૃક્ષ વિશે થોડાં ઘણાં પરિચિત તો હશે. કાયમી સુંદર વૃક્ષમાં તેની ગણતરી નથી થતી. જાન્યુઆરીમાં જ્યારે મોટાભાગના પાંદડા પડી જાય છે ત્યારે કદરૂપું લાગે છે ; પરંતુ જાન્યુઆરીથી માર્ચ સુધી તેના ઉપર જયારે ફુલ આવવાની શરૂઆત થાઈ છે અને આખો તાજ નારંગી અને સિંદૂરના ફૂલોથી ભરાઈ જાય છે ત્યારે ખરેખર જ્યોતનું વૃક્ષ બને છે. આ કેસુડાના ફૂલોનો હોળીના પર્વમાં કુદરતી રંગ તરીકે ઉપયોગ થાય છે. આ વૃક્ષ અંગ્રેજીમાં Flame of the forest તરીકે ઓળખાય છે.
#જ્યોત

Gujarati Blog by Firdos Bamji : 111515298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now