#સહેલું

બદલાતો સમય...!!

ના સાચું હતું ના ખોટું હતું,
એ જીવન બહુ સહેલું હતું.
માણસ માં ભણતર નહોતું,
પણ ગજબ નું ગણતર હતું.
કાચા મકાન નું ચણતર હતું,
જ્યાં વિશ્વાસ નું જડતર હતું.
જમવા માં જંક ફૂડ નહોતું,
અનાજ નું આગવું મહત્વ હતું.
માણસાઈ નું પણ માન હતું,
મોબાઇલ નું કોઈ સ્થાન નહોતું.
એકબીજા ને મળવું સદંતર હતું,
સઘળું કોઈ પાસે કાંઈ નહોતું,
છતાંય જીવવું આટલું અઘરું નહોંતુ...!!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

Gujarati Poem by Shital : 111512277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now