"રમીલા... ક્યારની રસોઈઘરમાં શું કરે છે?"
"એ... કાંય નય. કેમ તમે ભુલી ગયા? આજ આપડો યોગેશ આવવાનો છે. અરે... સરહદે ગયા પછી આજ એક વર્ષે ઘેરે આવે છે તો, એને ભાવતી કડકડી સુખડી બનાવું છું." રમીલાબહેને એમના પતિને થોડો ઠપકાભર્યા અવાજે કહ્યું.
સુખડી બનાવીને રમીલાબહેન રસોડેથી ડેલીએ અને ડેલીએથી રસોડે આતુર થઈ આંટાફેરા મારવા લાગ્યા.
કલાક વીતી, બે કલાક વીતી, બપોર થઈ 'ને ગાડી આવી.
ગાડી આવી 'ને યોગેશને લાવી પણ, તિરંગામાં વિટાળીને.
રમીલાબેનની આતુરતા વિયોગમાં ફેરવાઈ ગઈ.
- તેજલ
#આતુર

Gujarati Microfiction by Tejal Vaghasiya . : 111509153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now