રશ્કે કમર જેવી આતુર નજરોમાં સમાવાનુ મન થાય છે,
ફરીથી એના જ વિરહમાં સમાવાનું મન થાય છે.

ઘડી બે ઘડી પગથાર મળે જો કોઈ,આ દિલ ને
એમાં લાગણી નો રંગ ભરવાનું મન થાય છે.

ને સમયની રાહ જોઈને કાઢી છે જીંદગી, અમે,
હવે એને મોકળાશ થી માણવાનું મન થાય છે.

આ વ્યથાઓ ક્યાં સરનામું પૂછીને આવે છે?
આતુરતાથી રાહ વ્યથા ની જોવાનું મન થાય છે.



#આતુર

Gujarati Shayri by Flora Parmar : 111509137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now