સ્વાભિમાન મૃત છે, ફરે છે જીવતી લાસ,
આ ભીડમાં મારે છે કોઈ જાગૃતની તલાશ.

ચોવીસ કલાક છે ઘરમાં પ્રકાશ અહીંયા,
ને વિચારોમાં રહ્યો છે ખૂબ ઓછો ઉજાસ.

બેરોજગાર ફરે હાથમાં ડિગ્રીઓ લઈને,
નોકરીઓ પામી જાય છે નેતાઓના ખાસ.

પૂરો દેશ આજે ચાલે છે ઓક્સિજન પર,
ભ્રષ્ટાચાર રૂંધી રહ્યો છે દેશનો આજ શ્વાસ.

કોઈ બાળા બને છે ભોગ કોઈની હવસનો,
સોસિયલ મીડિયામાં ચર્ચા થાય બકવાસ.

કાયદાઓ બન્યા છે ન્યાય આપવા પ્રજાને,
કાયદાના ઓઠની રક્ષકો જ આપે છે ત્રાસ.

ગાંધી, ભગત, સુભાષનું એ માત્ર સપનું રહ્યું,
ખોટા થયા શહીદ, થાય છે આ જોઈ ભાસ.

તમે "મનોજની" કવિતાની ગણતરી ન કરો,
કોઈ જો જાગી જાય એ માટે છે એ પ્રયાસ.

મનોજ સંતોકી માનસ

#મૃત

Gujarati Blog by SaHeB : 111507852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now