" સાચા  આનંદ ની અનુભૂતિ  "
    
       રજની રોજ ઓફિસેથી છુટતી વખતે બાળકો માટે અને ઘર પરિવાર માટે ઘટી ચીજવસ્તુઓ લઈને જ ઘરે જતી. વહેલી સવારે ઉઠવું ઘર કામ કરવુ પોતાનું ટીફીન લઇ અને ઓફિસે જવું અને ઓફિસેથી વળતા આવતી વખતે નાની-મોટી ખરીદી કે નાના મોટા ઘરનાં કામ કરવાના અને સાંજે બાળકોને ભણાવવા આમ આખો દિવસ રજની વ્યસ્ત જ રહેતી રવિવારે પણ કોઈકની કોઈ કામ પૂરા કરવાના હોય પણ કોઈ દિવસ તે બીજા ને ફરિયાદ કરતી નહીં રજની નું સમગ્ર જીવન રોજ વ્યસ્તતામાં જ ગુજરતું...
     આજે પ્રમોશન મળવાની ખુશીમાં રજની બાળકો માટે અને તેના ઘરના અન્ય સભ્યો માટે નાની-મોટી વસ્તુઓ લઈ આવવાની સરપ્રાઈઝ નું આયોજન ગોઠવ્યું અને ઓફિસેથી છૂટયા બાદ ઘરે જતી વખતે બજારમાં જઈને ઘણી ખરીદી કરે છે અને એ પણ છુટ્ટા હાથે એટલે કે ખૂબ પૈસા ખર્ચીને હવે જ્યારે તે ઘરે જાય છે ત્યારે ખૂબ જ ખુશ હોય છે
તે હંમેશા બીજાને ખુશ રાખવા માટેના કંઈકને કંઈક પ્રયત્નો કરતી રહેતી પોતે ઘસાઈને પણ બીજાને ઉજળા જોવાનું જાણે તેનો પ્રયત્ન
       રજની જ્યારે ઘરે જાય છે ત્યારે બાળકો તો ખૂબ જ ખુશ થાય છે અને સરપ્રાઇઝ મળવાથી તો જાણે તેની ખુશીનો આનંદ જ સમાતો નથી
પણ સરપ્રાઈઝ મળવાથી ઘરના અન્ય સભ્ય રજની  પતિદેવ,સાસુમા અને નણંદ રજનીએ લઈ આવેલી  ભેટોની સામે જોયા વગર જ છણકો કરીને પોતાનો અણગમો વ્યક્ત કરે છે... રજની માટે તો આ દર વખત નુ હતું તે થોડી નિરાશ થઇ જાય છે...
         રોજના નિયમ મુજબ રજની સાંજની ચા નો કપ લઈને બાલ્કનીમાં બેસે છે અને એક ઘુંટ પીતા પીતા રસ્તા પર નજર ફેરવે છે તો જુએ છે કે રસ્તા પર થોડાક ગરીબ બાળકો કે જેને સવારે જ રજની ઓફિસે જતા પહેલા બાળકો ના જુના કપડા અને થોડી ઘણી વધારાની વસ્તુ આપી હતી તે બાળકો બીજાના ઘરે થી પણ લઈ આવેલી વસ્તુઓ અને એકબીજા સાથે વહેંચે છે અને દરેકની લાગુ પડતી વસ્તુઓની વહેચણી કરે છે અને નાની-નાની બાળાઓ તો આનંદથી કિલ્લોલ કરે છે... આ દ્રશ્ય જોતી વખતે રજની આંખો ભીની થઈ જાય છે અને થોડા આંસુ ઓ છલકાઇને વહી જાય છે...
રજની વિચારે છે કે અથાક મહેનત પરિશ્રમ કરીને જે પૈસા મેળવે છે તેના માટે ઘરના સભ્યો માટે કેટલી કેટલી મોંઘી ચીજ વસ્તુઓ તે લઈ આવે છે પણ કોઈ દિવસ તે લોકો તેની કદર નથી કરતા જ્યારે ગરીબ બાળકો જૂની તૂટેલી ઉતરેલી વસ્તુઓનો સ્વીકાર કરીને કેટલા આનંદ કિલ્લોલ થી
રહે છે ખરેખર આ જ છે સાચા આનંદની અનુભૂતિ.... અને રજની જુએ છે કે પોતાની ચા ઠંડી થઈ ગઈ છે....🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Bindu _Maiyad : 111507434
Bindu _Maiyad 4 years ago

આભાર 🙏🙏

Solanki Dashrathsinh 4 years ago

Vaah! Very nice heart touching story......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now