જે કલ્પના પણ ન હતી જીવનમાં
તે‌ સામે આવીને ઉભું રહ્યું
મસ્ત હતા એકલા અલમસ્ત જિંદગીમાં
પ્રેમ રુપી સ્વપ્ન આપી‌ આ સંસારમાં
ફરી એકલા રહેવા મજબૂર કર્યા ભગવાને આ સંસારમાં..


તકલીફ એ ન હતી અલગ ‌થયા આ જિંદગીમાં
પ્રશ્ન એ હતો એ ભગવાન મેળવવું જ ન હતું ‌
તો શા ‌માટે સ્વપ્ન આપ્યું ‌મુજ નયનોમાં.... ‌


જીવનની અઢળક પરિશ્રમ છતા નિષ્ફળતા સામે ‌પણ‌ ઉભો ‌હતો અડીખમ ‌જિદગીમા
શા કાજ પ્રેમ રુપી દીપ ‌પ્રગટાવી ઓલવ્યો જિંદગીમાં

નિષ્ફળતા હજારો ‌હતી‌ પણ છતા ‌આખોમા‌ અશ્રુ ન હતુ વહેવામા
લાગણીઓ નો ‌કટોરો‌ ભરી હદયમાં અશ્રુ આપ્યા આંખી જિદગીના ‌આ‌ નેત્રકમળમા

ક્યાં ભુલ હતી મારી ‌કહે એ પ્રભુ ‌મને કાનમાં
મૃત્યુની અભિલાષા રાખું થોડો તો ‌દયાળુ થા મારી ‌જિદગીમા

ગયેલો સમય પાછો આવતો નથી
લીધેલા ‌અમુક નિણૅયો બદલી શકાતા નથી
તો ‌શા કાજ હદયની ‌હર હમેશ સામે રહે છે તે ‌સાથમા

અશ્રુભીની ‌આ જિંદગીમાં ‌કડવા‌શ ભરી તે પ્રભુ ‌આ‌ હદયમાં
ઇચ્છાઓ ‌રાખતા ભુલવાની ‌છતા‌ પણ‌ અનુભુતિ રહે આ દરેક પળમાં

ક્યાં મળ્યો છું ‌કયા બોલ્યો ‌છુ‌ કયા સમય ‌સાથે રહ્યો છું
પણ છતા ‌અનુભુતિ કેમ ‌ન વિસરાય આ જીવનમાં

Gujarati Thought by Ravi Lakhtariya : 111506751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now