#હિંમત

કુદરત તારી આ કેવી કરામાત છે,
આખાય નગરમાં માત્ર દહેશત છે.

શું થશે હવે એ પ્રશ્ન સતાવતો રહે,
અસફળ ભાસતી બધી મહેનત છે.

માનવ ડરવા લાગ્યો માનવથી અહીં,
સમયે લગાવી કેવી આ તહોમત છે!

આફતોએ ઘેર્યો આ સઘળા વિસ્તારને
કોપ વળી પ્રકૃતિનો સંગમાં સહેમત છે.

લડી રહયો ટકાવવા નિજના અસ્તિત્વને
હિંમત હૈયામાં ધરી એ ઈશની રહેમત છે.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111506643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now