એક કંપનીમાં નોકરી કરતાં ઘણા કર્મચારીઓને પોતાનાં વાહનો પાર્ક કરવામાં અગવડતા લાગતી - ખાસ કરીને ચોમાસામાં! વરસાદ પડે એટલે એ લોકોમાં સમસ્યા વિશે ચર્ચા થાય. પાર્કિંગ સંચાલન અધિકારી સાથેનું એક વોટ્સએપ ગ્રુપ પણ ખરું. એમાં ઘણા લોકો સમસ્યાને યાદ કરીને સૂચનો અને માંગણીઓ રજૂ કરે.

બે ચાર જણ ભારે હિંમત વાળા. કોઈપણ સૂચન પ્રતિ કોઈ પ્રતિભાવ જ નહીં. એનાં લીધે બીજા લોકનું ક્યારેક સાંભળવુંય પડે કે ટીમવર્ક ને યુનિટી જેવું કાઈ છે નહીં. આવું સાંભળવુંય ક્યારેક હિંમતનું જ કામ હોય છે!

ખેર, વરસાદ પડે એટલે પાર્કિંગ ગ્રૂપમાં સમસ્યાઓનો પણ શાબ્દીક વરસાદ થાય. સંચાલક તરફથી કોઈ પ્રતિભાવ કે પ્રત્યુત્તર પણ ન જ આવે. વરસાદ બંધ તો ચર્ચા બંધ.

આમ ત્રણેક મહિના ચર્ચાઓ ચાલે! ફરી વાત જાય બીજા ચોમાસા પર. ચોમાસુ બેસે અને પાર્કિંગની સમસ્યાની વાતો ન થાય તો સંચાલક ને બેચેની જેવું લાગે. સુધારો થાય કે ન થાય; પણ ચર્ચાઓ અચૂક થાય. દર વર્ષે ચોમાસામાં આ નિત્યક્રમ. કર્મચારીઓનો સંચાલક પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, ટિપ્પણીઓ ચોમાસું શરૂ થતાં છલકાઈ છલકાઈને વહાટ્સએપનું પાર્કિંગ ગ્રુપને માંગણીઓ અને મજબૂરીના શબ્દોથી ભીંજવ્યા કરે!

દર વર્ષનો આ નિત્યક્રમ. ચાર વર્ષ થયાં પણ કોઈ પરિવર્તન નહીં, કોઈ સુધારો નહીં કે મંગણીઓનો ઉકેલ નહીં! સંચાલકની હિંમતને પણ દાદ તો દેવી જ પડે!

ચૂપ બેસી રહેનારા ચાર જણનો તો દર ચોમાસે યુનિટીના અભાવના બહાને બહિષ્કાર થાય! ચોમાસુ પુરુ એટલે સમસ્યાનો ઉકેલ આવી જાય; સાથે સાથે માગણીઓનો પણ!

પેલા યુનિટીની અભાવ વાળા ચાર જણને ઘણી વાર તો "હિંમત વગરના" એવું બિરુદ પણ મળી જતું. તમારી સમસ્યાની રજુઆત કરવાની હિંમત દાખવવી પડે તોજ સમસ્યાનું નિરાકરણ આવે. એ ચારેયને ચાર વર્ષ પછી એવું લાગ્યું કે આ દરેક કર્મચારી અને સંચાલકની હિંમતને વખાણવી તો પડે જ! ચર્ચાઓ વગર શિયાળો ને ઉનાળો આખો કેવી રીતે કાઢતા હશે!

આપનો અભિપ્રાય પણ જણાવજો જેથી વરસાદનાં પાણીનાં લીધે પાર્કિંગ એરિયામાં થતી સમસ્યાનું નિરાકરણ ચોમાસા પહેલા આવી જાય!

~~ કે. વ્યાસ 'સંકેત"


#હિંમત

Gujarati Microfiction by Ketan Vyas : 111506475

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now