મેં એને કહ્યું કે હિંમત રાખ..!

આમતો હિંમત હારવા જેવું નહોતું, પણ એનું દુઃખ અને ફરિયાદ વ્યાજબી હતી..

માતૃભારતીની 'નુકશાન' શબ્દ પર તેની લખેલી પોસ્ટ અંગ્રેજી વિભાગમાં બપોરનાં ત્રણ વાગ્યાથી રાતનાં લગભગ સાડા અગિયાર સુધી અગ્રેસર સ્થાન પર હતી. તેને મળેલા લાઈકસ 50 ની આસપાસ હતા. ઠીક છે. પરંતુ રાત્રીના બાર વાગ્યાના પરિણામ આવતા સુધીમાં એક વ્યક્તિ આગળ નીકળી જાય છે.

ચાલો, એ પણ અયોગ્ય તો નથી જ.

સવાલ એ છે કે આગળ નીકળીને વિજેતા બનેલ વ્યક્તિને બાર વાગ્યા સુધીમાં મળેલ લાઇક્સ 128 છે.

એટલે કે...
!!!!! અડધા કલાકમાં 50 ને ક્રોસ કરી 128 ???
!!!!! આખા દિવસમાં leading માં પણ નથી એ winner???
!!!!! જે નિયમ પ્રમાણે ચાલુ અઠવાડિયે winner બનેલ છે એ ફરી winner?
!!!!! 30 મિનિટમાં 78 જેટલા લાઇક્સ....???? Extra
!!!!! week માં એક વાર જ winner જ થવાય એ ખોટું???

કે પછી સોફ્ટવેમાં કંઈક થયું હોય!!!!!

એટલે મેં એને કહ્યું કે હિંમત રાખ.. માતૃભારતીમાં વાત કર, જાણી લે, પૂછી લે....

એટલે એણે એવું કર્યું...

સમસ્યાઓ અલગ અલગ સ્વરૂપે આવે જ - ઘરમાં, સમાજમાં, વ્યવસાયમાં - જે સાચી હોય કે પછી સાચા જેવી લાગતી એક ભ્રમણા પણ હોય...!!

નિરાશ શું થવાનું? હિંમત પૂર્વક વાત કરીને નિવેડો લાવી દેવાનો! વાત માત્ર વિજેતા કે ઈનામની નથી... વાત છે કે દાળમાં કંઈક કાળું પડ્યું છે તો એ શું છે એની ખાત્રી કરવાની!

એમાં નાનપ શું? કોઈની સાથે આવું ક્યારેય બન્યું છે??

મેં એને કહ્યું - હિંમત પૂર્વક!

~~ કે. વ્યાસ "સંકેત"

#હિંમત

Gujarati Sorry by Ketan Vyas : 111506452

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now