એક ખિસકોલી.. મેં એનું નામ પાડ્યું છે છોટી.
હમણાં એવું બન્યું કે ઘણા વખત પહેલા નાસ્તામાં ચણાજોર ગરમ લાવેલા પડી રહ્યા હતા. ઘરમાં કોઈએ ખાધા નહિ.
આજે થયું લાવ હવે આને કચરામાં ફેંકી દવ. બહુ દિવસ થયાં ન ખવાય.

પણ...વિચાર આવ્યો લાવ અગાશીની પાળી પર રાખી દવ. જો કોઈ પક્ષી ખાય તો...
એક દિવસ તો કોઈ આવ્યું નહીં ખાવા.. મને થયું મારું કામ વધી ગયું ત્યાંથી ફેંકવાનું.
ત્યાં તો એક સુંદર મજાની ખિસકોલી ચપળતાથી આવી અને ચપચપ ખાવા લાગી ..પાછી દોડી ને ઝાડ પર ચઢી જાય અને એનાં બચ્ચાં માટે લેતી જાય. આવું દસ થી પંદર વાર કર્યું . હું છોટી ને જોતી હતી ત્યાં તો સામેની દિવાલ નાં ગોખલામાં બે કબુતરા નીચે આવ્યા અને છોટી શું ખાય છે એ જોવાં લાગ્યા.
જેવી છોટી ઝાડ પર ચઢી કે તરત પેલાં ચણાજોર પાસે આવ્યા. પણ અફસોસ એનાં કામનું નહિ હોય એટલે બંને કંઈક કાનમાં ગૂટરગૂ કરી ઉડી ગયા. અને મને વિચાર આવ્યો કે હું એ લોકો માટે પણ ચણ/જાર લઈ આવીશ.
એટલાં માં ફરી પેલી છોટી આવી અને ખાવા લાગી ત્યાં તો એક હોલો આવ્યો છેક એની પાસે અને એ જોવા લાગ્યો . અને કંઈક ખાઈને એ નીચે મૂકેલા પાણીના વાસણમાં છબછબિયાં કરવા લાગ્યો..

પંખી જગત પણ કેટલું સુંદર છે . જો એને સમજો તો એ મૂંગા પંખીઓ આપણને કોઈને કોઈ સંદેશો જરૂર આપતાં જતાં હોય છે.

સાથે રહેવું, સંપીને રહેવું.. એકબીજાને મદદરૂપ થવું.

રુપ ✍️

Gujarati Good Evening by Rupal Mehta : 111504970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now