થાકી ગયો છું.! માણસ નાં મોઢેથી ક્યારેક આવા શબ્દો નીકળે છે કે હું હવે  જીવન થી થાકી ગયો છું. જીવન થી થાકી ક્યારે જાય છે માણસ, જ્યારે એ પોતાના મગજ થી હારી જાય છે. માણસ નું શરીર અને મગજ બને હમેશા તંદુરસ્ત રહેવા જોઈએ .


મગજ ક્યારે થાકવું નાં જોઈએ. શરીર થી માણસ કેટલું પણ કામ કરે થાકતો નથી, પરંતુ મગજ થી થાકી ગયો તો જીવન માં કઈ મેળવી નહિ શકે.


મગજ ને હમેશા હકારાત્મક રાખવા શું કરશો તમે.


૧. હેમેશા દસ એક મિનિટ સારા વિચારો ને વાંચો.

૨. થોડો સમય નીકળી ને મેડીતટેશન કરવું જોઈએ.

૩. રોજ થોડો સમય નીકળીને કસરત કરવી જોઈએ.

૪. હમેશા હકારત્મક લોકો જોડે થોડી વાતો કરવી જોઈએ.

૫ . હમેશા મગજ ઉપર ફક્ત મગજ નું નિયંત્રણ હોવું જોઈએ. ક્યારે મન હાવી નાં થવું જોઈએ મગજની ઉપર.


સમય ની સાથે પરિસ્થિતિ સારી અને ખરાબ પણ આવી શકે છે. તો હંમેશાં એક હકારાત્મક વલણ રાખીને પરિસ્થિતિ નો સામનો કરવા સક્ષમ રહેવું જોઈએ.


તમે પોતે એક એવા વ્યકિત છો, જે પોતાને તારી અને ઉતારી શકો છો. તમે પોતે છો એ વ્યક્તિ જે તમારા જીવન ની દિશા બદલી ને પરિસ્થિતિ બદલી શકો છો.


હમેશા આત્મનિર્ભર બનો. નાનામાં નાનું કામ પણ જાતે કરતાં શીખો. જેટલી જેવી આદતો તમારી હશે, તમે એટલાં જ પાવરફુલ બનશો.


ક્યારેક ક્યારેક મગજ એટલાં માટે થાકે છે. આપણે નાની નાની વાતો માં ચિડતા હોય છે. અને એનાથી મગજ ઉપર વધારે સ્ટ્રેસ પડે છે. મન અને મગજ ની ઇન્દ્રિયો જો આપણા કંટ્રોલ માં હશે તો આપણને થાક નો અનુભવ નહિ થાય.

Gujarati Blog by Komal Mehta : 111502897
Shefali 4 years ago

ખૂબ સરસ, દરેકે કરવા યોગ્ય..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now