ચાલુ વર્ષ 2020માં આવેલા આટલા બધા અવરોધો છતાં પણ આપણે ભારતીયોનું મનોબળ ટકી રહ્યું છે કારણ કે આપણા મૂળિયાં હજી આપણી સંસ્કૃતિ જોડે જોડાયેલા છે. કહે છે ને કે કોઈ પણ સંસ્કૃતિનો નાશ કરવો હોય તો એને એના મૂળથી અલગ કરી દો અને આજ પ્રયાસ આપણી જોડે પણ વિદેશી આક્રમણખોરો દ્વારા વારંવાર કરવામાં આવ્યો. પણ વિશાળ અને ઊંડું જ્ઞાન ધરાવતી આપણી સંસ્કૃતિ ટકી ગઈ, જોકે એ વાત અલગ છે કે આપણે આપણું ઘણું બધું ગુમાવવું પણ પડ્યું છે. ભવિષ્યમાં આવતી વિકટ પરિસ્થિતિનો આપણી ભાવી પેઢી મજબૂતાઈથી સામનો કરી શકે એ માટે એમને આપણા ધર્મ, પરંપરા અને આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવું જરૂરી છે અને આ કાર્ય પરિવારના સભ્યો જ કરી શકે. એને દુનિયાભરની મોજશોખની વસ્તુની જોડે થોડી ધર્મ અને સંસ્કૃતિની સમજ પણ આપવી જેથી કાલે આપણે હોઈએ કે ના હોઈએ એની શ્રદ્ધા અને વિશ્વાસ ટકી રહે અને એ દુનિયાનો સામનો કરવા સક્ષમ બને.
#અવરોધ

Gujarati Motivational by Shefali : 111500893
Shefali 4 years ago

આભાર સુનીલ ભાઈ

SUNIL ANJARIA 4 years ago

એકદમ સાચી અને ઊંડા તથ્ય વાળી વાત

Shefali 4 years ago

આભાર દમયંતી જી

Shefali 4 years ago

વાહ.. ખૂબ સરસ

HEMANT PRAJAPATI 4 years ago

કઈ કેટલા વર્ષોથી હૃદયમાં સુશુપ્ત અવસ્થામાં પડેલ અંગારને આજે ફરી હવા મળતાં તે પ્રજ્વલિત થઈ અને ફરી આજના કહેવાતા ઉચ્ચ શિક્ષણ ઉપર મારી વ્યથા ઠાલવવાનું મન થઈ ગયું...તો પોસ્ટ મુકવી પડી... સખી

Shefali 4 years ago

એકદમ સાચું કહ્યું આપે, અંગ્રેજી ભાષા નું જ્ઞાન હોય એ સારી બાબત છે, તમે જો સક્ષમ હોવ તો બાળકને અગ્રેજી માધ્યમમાં ભણાવો એ બરાબર પણ એનો મતલબ એ નથી કે માતૃભાષામાં ભણતું બાળક અયોગ્ય છે કે માતૃભાષા માં ભણવું શરમજનક છે. મેં એવા ઘણા ડોક્ટર દંપતી જોયા છે જે પોતાના બાળકને માતૃભાષામાં ભણાવે છે એવું કહીને કે અમે પણ એમાં ભણીને આ સ્થાને પહોંચ્યા જ છીએ. જોકે એવા લોકો બહુ ઓછાં જોવા મળે છે. પણ હા અંગ્રેજી માધ્યમ માં ભણતા બાળકોને માતૃભાષા નું જ્ઞાન તો આપવું જ જોઈએ..

Angel 4 years ago

100%....આજનો માનવી દેખાડો કરવામાં બધું જ ભૂલી ગયો છે.....અને મને તો એ નથી સમજાતું કે અંગ્રેજી માધ્યમ નું આટલું બધું મહત્વ! અંગ્રેજી ના ચક્કર માં આપણે આપણી માતૃભાષા ભૂલતા જઈએ છીએ......અને અંગ્રેજી ન આવડતું હોય તો અમુક લોકો શરમ અનુભવે.... આપના દેશ ની કરુણતા...!!!

Shefali 4 years ago

આભાર રીપલ.. હા દોષ કાઢવામાં સમયનો દુરુપયોગ કરીને એના કરતાં સંસ્કાર આપવામાં સદુપયોગ કરવો જોઈએ..

Shefali 4 years ago

આભાર દર્શિતા બેન

Shree...Ripal Vyas 4 years ago

એકદમ સાચી વાત કરી છે તમે શેફલીબહેન, અન્ય સંસ્થા કે વ્યક્તિ ના દોષ કાઢવા ની જગ્યાએ આપણે સારા સંસ્કાર અને સંસ્કૃતિ માટે આપણાં ઘર થી જ શરૂ કરીએ તો ઘણો ફાયદો થાય.

Shefali 4 years ago

આભાર રૂપલ, વિહદ, બિંદુ

Bindu _Maiyad 4 years ago

Right Di,👌👍

Vihad Raval 4 years ago

એકદમ સાચુ કહ્યુ શેફાલી બેન

Shefali 4 years ago

આભાર અસ્મિતા જી

Asmita Ranpura 4 years ago

Absolutely right... superb 👌👌👍

Shefali 4 years ago

ખૂબ ખૂબ આભાર સારિકા, ધવલ, virdeep, કેતન, મીરા,ગીતા, સાગર,જલ્પા ben, Varsha ji, sakhi, Hardik, PSheta, Abbas bhai, yakshu, Rohit, Pramod bhai, Hari, Shilu, Kanu bhai, Jyotsna, ketan bhai, Abid bhai, Vinod bhai, Hemant bhai, Messi

Shefali 4 years ago

વરવી વાસ્તવિકતા..

HEMANT PRAJAPATI 4 years ago

શુ કરીએ સખી.. આજે ગુરુ માંથી શિક્ષક થઈ ગયા અને શિક્ષણ નો વેપાર થઈ ગયો, પરિણામ એ છે કે હવે રોજ ભણેલા ગણેલા નોકર પેદા થાય છે અને એ વરવી વાસ્તવિકતા છે.

Shefali 4 years ago

જોરદાર મેસ્સી 😂👌🏼🙏🏼

Shefali 4 years ago

સાચી વાત કહી હેમંત ભાઈ, મને તો એજ ખબર નથી પડતી કે ઇંગ્લિશ midium સ્કૂલ માં કેમ પ્રાર્થના god upar j hoy, aapni prarthna ભાગ્યેજ કરાવે

WR.MESSI 4 years ago

આપની વાત સીધે સીધી દિલની ભીતર ઊતરી ગઈ હો....💘 થોડીક વાર તો હરખ ન તો સમાતો... માંડ માંડ ખમૈયા કર્યા માડી....😂 હ્દયના ધબકાર વધારી દે એવી પોસ્ટ લયખી સે તમે તો. 👌👌👌👌👌👌👌

HEMANT PRAJAPATI 4 years ago

એક સુંદર વિશ્વની રચનામાં સૌથી મોટો કોઈ અવરોધ હોય, તો તે આજનું સંસ્કાર વગર નુ શિક્ષણ છે.. સખી

Ketan Vyas 4 years ago

ખૂબ સરસ... સુંદર રજુઆત..... અદ્દભૂત... વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

SHILPA PARMAR...SHILU 4 years ago

વાહ....એકદમ સત્ય વાત કરી....હાલની પરિસ્થિતિ મુજબ...........👌👌✍️✍️✍️

Shefali 4 years ago

એમાં જ માર ખાઈ જઈએ છીએ..

Pramod Solanki 4 years ago

વર્ગ વિગ્રહ રાજનીતિ દૂર કરી એકસંપ રહીશું તો કોઈ ની તાકાત નથી કે કોઈ આપણી સામે મુકાબલો કરે.

ધબકાર... 4 years ago

એકદમ સત્ય વચન...👌👌👌

Yakshita Patel 4 years ago

એકદમ સાચું..

Abbas khan 4 years ago

વાહ બહુજ સરસ અને સાચી વાત કરી...✍

Shefali 4 years ago

એકદમ સાચી વાત કહી, આપણે બહોળું માનસ રાખીએ એનો મતલબ એ નહીં કે આપણી વસ્તુ અને સંસ્કૃતિને અવગણીએ..

Hardik Pandit 4 years ago

વાહ! સરસ મુદ્દો છે આ 👍 વિદેશી બ્રાન્ડ વાપરવાનો ઘમંડ અને ઘેલું છુટે તો સ્વદેશી વસ્તુઓ નું મહત્વ સમજાય. પીઝ્ઝા, બર્ગર, નાચોશ ખાવામાં વાંધો બહુ નથી પણ આપણો દેશી રોટલો ખાવામાં શરમ આવે તો સંસ્કૃતિ અને વારસો ક્યારેય નહીં સચવાય.

HINA DASA 4 years ago

વાહ જીગરી ખૂબ સરસ વાત

Varsha Shah 4 years ago

એકદમ સાચું

Parmar Geeta 4 years ago

એકદમ સાચી વાત દી.. 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now