થોડાક શ્વાસો મારા દુનિયામાં ઉધાર થઈ ગયા,
મારા તમામ શેર જખ્મોના ઉપચાર થઈ ગયા.

દરિયાની જેમ સમાવી મેં બધી સરિતા મારામાં,
હું ગયા તેમના ઘરે ને તેમના બંધ દ્વાર થઈ ગયા.

આપ્યા છે જખ્મ તો એના નામ પણ આપો તમે,
આ મારા મોતિ સમા અશ્રુઓ નિરાધાર થઈ ગયા.

હીબકાં ભરતા સપનાને જીવડવા અમૃત શોધું છું,
હતા એ મહોબતથી લીલાછમ, તે ખાર થઈ ગયા.

માત્ર ગઝલોમાં જ લખી છે મેં મારી પુરી કહાની,
હરેક શબ્દો, હરેક પન્ના જીવનનો સાર થઈ ગયા.

એમ જ તમાસો ન બને "મનોજ" તારી ગઝલનો
અંગત વાતોના ક્યાંક જાહેર સમાચાર થઈ ગયા.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by Manoj Santoki Manas : 111500730
Krishna 4 years ago

Superb kaviraaj 👍👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now