પ્રભુ તારી યાદ આવે ક્યારે?
દુઃખનો દરિયો આવે ત્યારે;
વિપત્તિઓનો પહાડ આવે ત્યારે,

નહિંતર,
હું તો મસ્ત છું અહમના અંધકારમાં,
હું તો વ્યસ્ત છું ભૌતિક સુખો માણવામાં,

જુઓ તો ખરા મને,
વિજ્ઞાનના યુગમાં ખુદને જ સર્વોપરી સમજતો,
કુદરતને ન ગણતો, ફક્ત પડકારતો,
પાછો કુદરતના અસ્તિત્વને નકારવામાં ગૌરવ માનતો;

પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ભૂકંપમાં,
વખતો વખત અમારી લાચારી છતી થાય છે,
પ્રભુ તારી હયાતીની પ્રતીતિ થાય છે.

ખરેખર પ્રભુ,
વિકસિત થયેલા વિશ્વમાં જ્યારે કામ આવે ન કશું,
ત્યારે બસ, તારા પરની શ્રદ્ધા ઉગારે બધું.

Gujarati Poem by Pragnesh Parmar : 111500053

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now