"કામ કરતી વખતે તારૂં ધ્યાન ક્યાં ભટકે છે? મને તો લાગે છે કે તું તારા મગજનું સંતુલન જ ખોઈ બેઠી છો. કવ છું કંઈ ને કરે છે કંઈ." નિતીન એની પત્ની નૈના ઉપર બરાડી ઉઠ્યો.
"ખબર નહીં કેમ, પણ મને આજે કંઈ સુઝતું જ નથી. બધું ઉંધાચતુ જ દેખાય છે,કદાચ એટલે,,, તમે થોડી વાર ઉભા રહો ત્યાં હું તમારી ફાઈલ શોધી આપું." નૈનાએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો ને ફાઈલ શોધવાના કામે લાગી ગઈ. થોડીવારમાં ફાઈલ મળતા નિતીનને આપી નિતીન હાથમાં ગાડીની ચાવી ફેરવતો ફેરવતો પોતાની ઓફિસ તરફ રવાના થયો.
છેલ્લા કેટલાક દિવસથી નૈનાની તબિયત સારી ન હતી, પણ નિતીનના કડક સ્વભાવને લીધે પોતે કંઈ પણ કહી શકતી નહોતી. નિતીન તો બસ પોતાનું કામ સમયે જ થવું જોઈએ એવો કાયદો રાખતો. આજે નૈનાને મગજના સંતુલન વિશેના નિતીનના શબ્દો ખૂબ જ આકરા લાગ્યા. એ શબ્દો ઘરકામ કરતા કરતા એના મગજમાં સતત ઘુમરાવા લાગ્યા.
બાળકોની હોંસાતોસી, પતિના શબ્દોની મારામારી, પાડોશીની પડાપડી આ બધા વચ્ચે પોતાને ખોઈ બેઠેલી નૈના, આખરે સાચે જ પોતાના મગજનું સંતુલન ખોઈ બેઠી હતી.

તેજલ
07/07/2020 મંગળવાર
#સંતુલન

Gujarati Microfiction by Tejal Vaghasiya . : 111499734

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now