જેમ તેમ ઉચ્ચારી શબ્દો
વેર વિખેર કરી એનો મનડો
            હે માનવ હવે કેમ અફસોસ

એક શબ્દ ના બે બોલ કહેતો
એ માં ની સામું કદી ના જોતો
            હે માનવ હવે કેમ અફસોસ

તને વાગે અને રડતી એ
ઘર માંથી કાઢી એને તે
            હે માનવ હવે કેમ અફસોસ

તારા ભૂખ્યા રહેવાથી દિલ એનું ચિરાતું
એને કટકો રોટલા નું તે ના વિચાર્યું
             હે માનવ હવે કેમ અફસોસ

એના ગયા પછી તને હવે સમજાયું
કેમ કરીને એ માં એ દી' વિતાયુ
              હે માનવ હવે કેમ અફસોસ

જીવતા ત્યારે કદર ના કરી
મર્યા તો વાંસ નાખવા જાય
          હે માનવ હવે કેમ અફસોસ

Gujarati Sorry by Thakkar Akta : 111498850

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now