શું હોય છે હંસ યોગ?, જ્યોતિષ શાસ્ત્રથી જાણીએ કુંડળી પર તેનો પ્રભાવ

પ્રત્યેક મનુષ્યની કુંડળીમાં એવા કેટલાયે યોગ હોય છે જેની અસર જીવન પર ખુબજ સારી પડતી હોય છે તો કેટલાક લોકોની કુંડળી દૂષિત યોગથી બનેલી હોય છે જેનાથી વ્યક્તિને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા માથી કેટલાયે એવા લોકો છે જે આ યોગ અંગે બહુ જાણતા હોતા નથી. આજે આપણે કુંડળીમાં રહેલા અને ખુબજ શુભ ફળ આપતા આવા કેટલાક ગ્રહો અંગે વાત કરીશું. જેનાથી ખુબજ લાભ પ્રાપ્ત થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હંસ યોગને ખુબજ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આનો સંબંધ દેવગુરૂ બ્રહસ્પતિ સાથે હોય છે. આપને જણાવી દઈએ કે જો ગુરૂ પોતાની સ્વરાશિ મીન કે ધનુ અથવા ઉચ્ચ રાશિ કર્કમાં સ્થિત થાય જન્મકુંડળીના કેન્દ્ર સ્થાને હોય તો આવા જાતકની કુંડળીમાં હંસ નામનો યોગ બને છે.

કહેવાય છે કે આ યોગમાં જન્મ લેનાર વ્યક્તિ વધારે બુદ્ધિમાન અને આધ્યાત્મિક હોય છે. પોતાના આ ગુણોને કારણે સમાજમાં તેને ખુબજ લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. આ યોગ અંગે એવું પણ કહેવાય છે કે આના પ્રભાવ વાળા જાતક ધર્મ કાર્યો સાથે ખુબજ જોડાયેલા રહે છે. આવા જાતક લેકચરર કે પ્રોફેસર બને છે.

જે લોકોની કુંડળીમાં આ યોગ બને છે તે જાતક ખુબજ સુંદર હોય છે. તેમની બુદ્ધિ શક્તિ ખુબજ પ્રચંડ હોય છે. આ કારણે તેમને ક્યારેય ધનની કોઈ કમી રહેતી નથી. આ યોગનો સંબંધ દેવગુરૂ બૃહસ્પતિથી હોય છે આ જ કારણે તેમના પર વિશેષ કૃપા રહે છે. મિત્રોના મામલે આ જાતક ખુબ લકી હોય છે.

આ જાતકના વિચારો ખુબજ સકારાત્મક હોય છે આથી તેમની આસપાસ રહેલા લોકો ખુબજ માન આપે છે. સામાજીક કાર્યોમાં આવા લોકોની વધારે રસ રૂચી હોય છે. આ જ કારણે સમાજમાં તેમને ખુબજ માન મોભો અને સન્માન પ્રાપ્ત થાય છે. આ જાતક અંગે એવું પણ કહેવાય છે કે પોતાની ક્ષમતા અને યોગ્યતાના આધારે ભીડમાં પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી શકે છે.

તમારી જાણકારી માટે જણાવીએ કે જે જાતકની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ લગ્ન કે ચંદ્રમાની પહેલા, ચોથા, સાતમા અને દશમા ઘરમાં કર્ક, ધનુ અથવા મીન રાશિમાં સ્થિત હોય તો કુંડળીમાં હંસ યોગ બને છે. આ સિવાય ગુરૂ કોઈ પણ કુંડળીમાં ચોથા, સાતમા અને દસમા ભાવમાં હોવાની સ્થિતિમાં હંસ યોગ બને છે. જ્યોતિષ વિદ્વાનો અનુસાર દર 12મી કુંડળીમાં આ યોગનું નિર્માણ થાય છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111497803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now