કુતરાઓના આ મંદિરોમાં માથું ટેકવવાથી દરેક મનોકામના થાય છે પુરી'

આસ્થાથી જોડાયેલા લોકો હજારો ધાર્મિક સ્થળો પર પોતાનું માથું નમાવે છે અને પોતાના સારા ભવિષ્ય માટે કામના કરે છે. આ બધા જ ધાર્મિક સ્થળો પર તેમના ભગવાનની ઉપસ્થિતિ માનવામાં આવે છે. પણ કેટલાક એવા મંદિરો પણ છે જ્યાં ફક્ત દેવનું નહી પરંતુ કુતરાની પૂજા થાય છે. આ મંદિરોમાં કુરતાની સમાધિ કે પછી કબ્ર બનેલી છે અને ભક્તો અહીં સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે. આવો જાણીએ એવી કેટલીક જગ્યાઓ વિશે જ્યાં કુતરાના મંદિરો આવેલા છે.

100 વર્ષ જૂનું છે કુતરાનું આ મંદિર

બુલંદશહેરથી 15 કિલોમીટરના અંતરે સિકંદરાબાદમાં લગભગ 100 વર્ષ જૂનું મંદિર આવેલું છે, જ્યાં કુતરાના કબ્રની પૂજા કરવામાં આવે છે. હોળી અને દીવાળી પર અહીં મેળો પણ યોજાય છે. એવી માન્યતા છે કે, અહીં માંગવામાં આવેલી માનતાઓ પૂરી થાય છે, જેના કારણે અહીં ભક્તો મોટી સંખ્યામાં આવે છે.

ચિપિયાના ગામના ભૈરવ મંદિરમાં કુતરાની સમાધિ

ગાજિયાબાદ પાસે સ્થિત ચિપિયાના ગામમાં ભૈરવ બાબાનું મંદિર આવેલું છે. અહીં બનેલી કુતરાની સમાધિ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી એવી માન્યતા છે કે, અહીં બનેલી હોજમાં સ્નાન કરવાથી, જો કુતરું કરડ્યું હોય તો તેની અસર સમાપ્ત થઈ જાય છે. આ મંદિરમાં લખ્ખા બંજારાના કુતરાનું મંદિર છે.

કુતરામાં હોય છે ઘણી ક્ષમતા

કર્ણાટકના રામનગર જિલ્લામાં ચિન્નપટના ગામમાં કુતરાનું મંદિર બનેલું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, કુતરામાં પોતાના માલિકની વિપત્તિઓને પચાવી પાડવાની પ્રાકૃતિક શક્તિ હોય છે. તે કોઈ પણ મુસીબતને પહેલાથી ઓળખી લે છે.

ઝાંસીમાં આવેલું છે કુતરીનું મંદિર

ઝાંસીમાં કુતરીનું એક મંદિર આવેલું છે. આ મંદિરમાં લોકો ફૂળ, પ્રસાદ ચઢાવે છે તેમજ દીવા સળગાવે છે. ઝાંસીમાં કકવારા અને રેવાન ગામ વચ્ચે આવેલા આ મંદિરને ડૉગેસની દેવી માનીને પૂજા કરવામાં આવે છે.
કુકુરદેવ મંદિર છત્તીસગઢ

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ખપરી ગામમાં કુકુરદેવ નામનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવી માન્યતા છે કે, આ મંદિરના દર્શન કરવાથી કુતરા કરડવાનો ભય દૂર થાય છે તેમજ કુતરાખાસીની બીમારી દૂર થાય છે. અહેવાલો પ્રમાણે આ મંદિરનું નિર્માણ ફણી નાગવંશી શાસકો દ્વારા 14મી થી 15મી સદીના વચ્ચે કરાવવામાં આવ્યો હતો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111497797
Kanu Bharwad 4 years ago

સારી માહિતી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now