મોઢાં સંતાડીને જીવવાનો વખત આવ્યો.
માસ્ક પહેરીને જીવવાનો વખત આવ્યો.

નથી લીધા ઉછીના કોઈ પાસેથી હજુએ,
નાકને છૂપાવીને જીવવાનો વખત આવ્યો.

હદ કરી દીધી તેં તો મહામારી આજકાલ,
ઓછા પ્રાણથી જીવવાનો વખત આવ્યો.

છે જરુરી વાયરસથી બચવું જિંદગીમાં,
હાથને ધોઈને જીવવાનો વખત આવ્યો.

ભરઉનાળે ગરમ વસાણા ખાવાં પડે છે!
ફ્રીજને મેલીને જીવવાનો વખત આવ્યો.

હસ્તધૂનન બની ગયો હવે ખ્યાલ પુરાણો,
દૂરથી હાથ જોડી જીવવાનો વખત આવ્યો.

હે પ્રભુ ! હવે વિદાય કર ભયાનક વિષાણુને,
મહામારીથી ડરીને જીવવાનો વખત આવ્યો.....
🌺💐🌸💐🌺 Pagal

Gujarati Poem by Manoj Leuva : 111497652

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now