તું ભલે મારો ખ્યાલ રાખે કે ના રાખે,
હું તો તારો ખ્યાલ રાખીશ જ કેમ કે મને તારી ચિંતા છે..

મારી સાથે વાત કરવી હોય કે ના કરવી હોય,
હું તો તારી સાથે વાત કરીશ જ કેમ કે મને તારી ચિંતા છે..

તું મારા વિશે સારું વિચાર કે ખરાબ તેનાથી શુ,
હું તો તારા વિશે સારું જ વિચારીશ કેમ કે મને તારી ચિંતા છે.

આખરે તું મારાથી રુઠી પણ જાય તો શું થયું,
હું તો તને માનવી ને જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે.

તું મને પોતાના પ્રોબ્લેમ કહે કે ના કહે,
હું તો તને હમેશા પૂછતો જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે.

તું અને હું એક થાશું કે નહીં તે તો ખબર નહીં,
અત્યારે તો મારી માની ને જ રહીશ કેમ કે મને તારી ચિંતા છે.



પ્રતીક ડાંગોદરા

Gujarati Poem by Pratik Dangodara : 111496807

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now