Prem_222:

જય આપા ગીગા (સત્તાધાર નો ઈતિહાસ)

Part_05

Continues... Part_04...

નહીં જેના દરબારમાં,ભૂપત ભિખારીનો ભેદ;
વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા.

અમરાપરથી માવજીજંવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું છે.સુરાવાળા નામના કાઠી દરબારનો ચાંપરડામાં મેળાપ થયો.સુરાવાળા ભવાઇ જોવાના બહુ શોખીન હતા.ભવાઇના વેશ પણ ભજાવતા.તેમાય ડાગલાનો વેશ સુરાવાળાને અતીપ્રીય હતો.એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઇનો વેશ રમી રહ્યા છે તેમા ઓળખાઇ ગયા.કાઠી ડાયરો મશ્કરીએ ચડ્યો.સુરાવાળા શરમાઇને ભાગ્યા.ભોંઠપનો પાર નથી.સીધા આપા ગીગા પાસે આવ્યા.ડાગલાનો વેશ હજી પેહરેલો છે.આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી.

આપા ગીગા એક જ વાક્ય બોલ્યા,"બાપ સુરાવાળા,ભોઠપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ્ય તારે તો ફ્ક્ત ચાંપરડાનો ગરાસ જ છોડવાનો છે." સુરાવાળાની અંતર ની આંખો ઉઘડી ગઇ હતી.એ જ લેબાશમાં સાધુ બન્યા. ચાંપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતાં સમાધિ લીધી હતી.બીલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે સુરેવધામ વિખ્યાત છે.
ભક્તિ-મારગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગિરમાં પરીભ્રમણ કરી રહ્યા છે.ત્યાંથી આબાંઝરને કાંઠે આવી પોહચ્યાં.ચોગરદમ ગિરિમાળાઓ,અખૂટ પાણી અને લીલીકુંજાર વનરાઇ જોઇ આપાનું મન પ્રસન્ન થઇ ઉઠ્યું.ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઇ મન મૂકીને ચરવા માંડ્યા.એક દી સાંજના સમયે ચુલો સળગી રહ્યો છે,તેમાંથી લોબાનની ભભક ઊઠવા માંડી.ગુરૂ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું, "લોબાનની ભભક આવે તીસે રોકાઇ જાજો."અને ત્યાંજ વનવાસ વખતે પાંડવો દ્રરા સ્થાપીત પોણું ડટાયેલુ શીવલીંગ જે આજે બીલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યાંમાથી આપાગીગા ને મલ્યુ.

આપા ગીગાનો આત્મા આબાંઝરનાં કાઠે ઠર્યો.ધરતીને મા નો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી.સતાધારનું સ્થાપન આપા ગીગાના હાથે વિ.સં ૧૮૮૫ માં આ રીતે થયું.ચમ્તકારની કેટલીયે વાતો આપા ગીગાના જીવન સાથે વણાઇ ગયેલી છે.આપાની બાંધેલી ઝૂંપડી સતાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેશાવર પ્રસરીવળી છે.આપા ગીગાએ શરુ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર- સ્તકાર એક્ધારી બે સદીથી હાલ્યો આવે છે.

Continues.. With part_06

Gujarati Blog by Prem_222 : 111496683
Hardik Rajput 4 years ago

Har Har Mahadev 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now