Prem_222:

જય આપા ગીગા (સત્તાધાર નો ઈતિહાસ)

Part_04

Continues... Part_03

સતાધાર નું ડિટ બંધાણુ એ પહેલા આ ત્યાગી સંતે ગિર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી ઘણી પરક્મ્મા કરી હતી.આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા.ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયુ ગામમાં આવી રહી છે. ગાયકવાડી સુબા ના ભાઇ ખંડેરાવની મુલાકાતે વંડી પર બેસી ને ગયેલા, ખંડેરાવ એ એમનાથી પ્રભાવીત થઇ વિશાળ જમીન ત્રાંબા ના પતરે લખી આપેલ. મહેબુબ રહેમાનબાપુ, મુલ્લા જાફરજી,જાનમહમદબાપુ અને આસાબાપીર જેવા ઓલિયા ગીગાબાપુ ના નમન કરી શ્રી કૃષ્ણ ની મુર્તિ ના દર્શન કરી ભાવ વિભોર થયેલા.
અમરેલીનો ગાયક્વાડી મહેસુલ વસુલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઇ બે ધોડા જોડેલી બગીમાં ફરવા નિક્ળ્યો હતો. રૂપાળી ગાયુને ભાળી સુબાનુ મન લલચાળું સતાના તોરમા સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુક્મ કર્યો કે "સાધુ આમાંથી ત્રણ ગાયો હવેલીએ મોક્લી દે જે."

આપા એ સાફ ઇનકાર કર્યો અને કિધુ કે "બાપ, આ ગાયુ તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દુધ પાવા રાખી છે."
આથી તેણે કહ્યુઃ "તો હમણાને હમણા અમરેલી છોડી હાલતો થઇ જજે.

આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું. ગાવડકા, બાબાપુર,મોટામાંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે.મોટામાંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુને લીલોછમ રજકો નીરી આપાની ખુબ સેવા કરી.સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શીલા માથે બેસી રહેતા. પટેલ અને તની પત્ની બહુ.આગ્રહ ચાક્ળા માથે બેસવા માટે કરે પણ આપા કહે "સાધુ સંતોને સુવાળા બેસણા ન શોભે."

પટેલ સાથે આપાને દિલની ગોઠડી થઇ ગઇ છે.આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે "તમારા ઘરે ઠાકર જલ્દી જ ધોડ્યું બધાવશે." આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળા પાણાની છીપર પર બેસતા ત્યાં આજે પણ ધુપ થાય છે.માળવિયા શાખાના ઘણાં પરિવારો આજે પણ ત્યાં માનતા પુરી કરવા આવે છે.

મોટા માંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા.સંતની કિર્તી ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી.ગાયુ ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઇ હતી.બગસરા દરબાર ગોદડવાળા આપાને હેતથી જાળવે.ગામમાં તે વખતે લોક્વાયકા હતી કે બગસરાના રાજવી પરીવારમાં બાપ દિકરો સાથે ઘોડે ચડી શક્તા ન હતાં. દિકરો જુવાન થાય ત્યાં પીતાનું મૃત્યુ થઇ જાય.આપા ગીગાના કાને વાત આવી જે સાંભળી તે હળવુ હળવુ હસવા લાગ્યાં.એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે,ત્યાં આપા ગીગાએ બે ધોડા હાજર કરવા ફરમાન કર્યું. બે રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઉભી રહી.આપા કહે, "બાપ ગોદડવાળા,તમે અને કુંવર બે ય ઘોડી ઉપર આંટો મારી આવો."

આ વાત સાંભળતા તો દરબાર ગોદડવાળા સહિત આખા ડાયરાના મોઢે મેસ ઢળી ગઇ. થોડીવારે આપા ગીગાનો કોઇ સતાવાહી રીતે અવાજ આવ્યો."ગોદડવાળા ઉભા થાઓ ઉપરવાળો લાજ રાખશે, બાપ-દિકરો ધોડે ચડો મારી આખ્યું ટાઢી થશે." ગોદડવાળાને હિંમત આવી.પોતે અને કુંવર ઘોડે ચડ્યા. બગસરામાં વાત ફેલાઇ ગઇ.ફરતા પંથક્માં આંટો મારી ગોદડવાળા દરબારગઢમાં આવ્યાં અને આપાગીગા ના પગ પક્ડી લીધા, "મહારાજ, આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો-"ગદ ગદ કંઠે દરબાર એટલુ જ બોલી શક્યાં."

આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે ગાયકવાડી ખંડણીની અસમાનતા રોકવા કર્નલ વોકરે મા ઇ.સ.૧૮૦૭ મા માણેકવાડા મુકામ કરેલો તેમા બગસરા દરબારો એ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલુ.

આપા ગીગાના સત્ નાં પારખા થતા આવે છે."પરગટ પીર થઇશ" એવી મુર્શદ પુ.દાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે.બગસરાથી જંગર, ક્મઢિયા અને ત્યાંથી આંકડિયા આવ્યા.ફરતા ફરતા અમરાપર ધનાણીમાં રહ્યાં.કાથડભાઇ ગીડા નામના કાઠીએ પરમોધા.સંતનું પરિભ્રમણ ચાલુ છે.તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી.

Cont.. Part_05

Gujarati Blog by Prem_222 : 111496682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now