#જીવંત

પ્રિયતમાનો પાલવ પકડીને, પ્રિતથી પંપાળી રહ્યો
સપનામાં સોહામણી શી!, સુંદરીને નિહાળી રહ્યો

કેવો! કર્ણપ્રિય કલરવ કાને, કશોક કુંજન કરતો રહ્યો
જોને જીવનની જીંદાદીલીમાં, જશ્નથી જીવતો રહ્યો

આસમાની આકાશમાં અવિરતપણે અલગારી ઉડાન
ઈશ્વરની ઇબાદતસમ ઇન્દ્રધનુંષને ઇનામરૂપે ઇચ્છતો રહ્યો

અરમાનની અભ્યર્થના એવીકે, અલિપ્ત અસ્મિતાને ચહ્યો
બસ બાદમાં બરક્તની બબાલથી, બંદાને બચાવતો રહ્યો

પ્રિયતમાના પ્રેમમાં પલવારનું મિલન, પટલે પ્રવૃત રહ્યો
ને હરપળ હૈયામાં હર્ષ હરખાતો,  હોળીનો હસતો રહ્યો

ભ્રમણામાં ભવનો ભાર, ભાવનામાં ભમતો ભાસે રહ્યો
"ભાવુ" ભવપારનો ભગીરથ ભાવ, ભારે ભ્રામિત કહ્યો

ભાવુ જાદવ

Gujarati Poem by Bhavna Jadav : 111496562

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now