વિસ્તરતા જતા આ જગને બદલવામાં,
તું પોતાની આ જાતને કદી બદલાવમાં.

ચાલવું પડે ભલે આ ભીડમાં તારે પણ,
તારા નક્કી કરેલા લક્ષ્યને તું બદલાવમાં.

વાત ગમે તે ભલેને હોય,તેમા ખુશ રહે,
બીજાને માટે તારી આ ટેવને બદલવામાં.

રાખ તું એવો એકાદ સબંધ,મજા આવશે,
તારી વાત જે સાંભળે છે તેને બદલવામાં.

આવે ભલે સંકટ આ જીવનમાં અઢળક,
પણ કવિરાજના આ વિચારને બદલવામાં.


પ્રતીક ડાંગોદરા

Gujarati Poem by Pratik Dangodara : 111496329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now