કહેવાયને કે નજર-નજરમાંય ફેર હોય! જેવો સમય અને સંજોગ એ મુજબ નજરનો નજરિયો બદલવો પણ પડે. એમાંય જેની જેવી નજર એવો એને ખાસ નજરુંથી જવાબ દેવો એય એક કળા છે. જેમાં શબ્દોને અલંકારથી સજાવ્યા વગર સાનમાં જ ઘણું બધું કહેવાઈ જાય.

જેમ કે વાત્સલ્યસભર કે પ્રોત્સાહિત કરતી નજરનો પ્રત્યુત્તર આભારભરી હસતી નજરે દેવાય. જ્યારે, લોલુપ નજરનો પ્રત્યુતર લાલઘૂમ નજર કરડી કરીને જ દેવાય! તો ઈર્ષા અને અહંકારના જામ છલકાવતી નજરનો પ્રત્યુત્તર નજર ફેરવીને!! Just ignore.....

ટૂંકમાં, એટલે જ કહેવાયું હશે કે આંખ્યુંને વાચા ફૂટી!!
~Damyanti Ashani

Gujarati Motivational by Damyanti Ashani : 111495181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now