રાહ છે એ દિવસની કે જે દિવસની,
હું રાહ જોઉં છુ વર્ષોથી મીટ માંડી.
રાહ છે એ દિવસની કે જે દિવસે,
આ આંખમા એકેય ન રહે સપનુ.
રાહ છે એ દિવસની કે જે દિવસે,
વાસ્તવિકતા અને સપના થાયે એક.
રાહ છે એ દિવસની કે જે દિવસે,
તું આવીને બધુ વાસ્તવિક બનાવી દે.
હવે તો આંખ પણ થાકી સપના જોઇ,
હવે આવીને કરને મારી દુનિયા વાસ્તવિક.
#વાસ્તવિક

Gujarati Poem by Rashmi Rathod : 111494798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now