આર્ટ ઓફ ફૂલિંગ ...સિઝન 2

વાત થાય છે મોટીવેશનલ ટ્રેનીંગ લીધા પછી ભ્રમિત થતા યુવાનોની કે જેઓ વિષયની ઊંડાણમાં ઉતરતાં પહેલાં પોતે સર્વગુણ સંપન્ન છે એવા ભ્રમમાં આવી જતાં હોય છે.

ગુણ આપણામાં ઘણા છે પણ કેવા ગુણ આપણને બીજા કરતાં ચડિયાતું બતાવે તેવા ગુણનું વિકાસ આપણને સફળતાનાં માર્ગો મોકળા કરી આપશે.

મોટીવેશનલ ટ્રેનર તમને કહેશે કે તમારી અંદરના હનુમાનને જગાડીએ છીએ કે જેથી તમે ઊંચા ઉડી શકો અને અસામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો, પણ તમારી પાસે ઉડવાની જગ્યાએ તરવાની કે દોડવાની શક્તિ હોય તો? હનુમાન જાગ્યા પછી પણ તમે પાંગળા જ રહેશો કારણકે જેને સજાગ કર્યા એ કામના નથી અને કામના છે એ સજાગ થયા નથી.

એટલે વાત આત્મનિરીક્ષણ ની છે, એ બાબતે સતત જાતને તપાસવું પડે કે શું છે એવું જે મારું છે, બીજાનું ઉછીને લાવીએ તો ખૂટી જ જવાનું છે, વોરેન બફેટનાં સિદ્ધાંતો જગ જાહેર છે પણ અહીં શેરબજારમાં ઉઠી જવાના દાખલા વધુ છે.

મેનેજ યોર ટાઈમ, એટલે આ સમય પર ઉઠવું, આ સમયે ખાવું અને આ સમયે બાકી બીજું બધું કરવું. જે એક યોગ્ય સૂચન છે પણ અહીં વ્યક્તિ પોતાની દિનચર્યા સમજીને નિયમો બનાવે તો જ કારગર અને સચોટ પરિણામ આવશે. કારણકે ટાઈમ ટેબલ લાપસીની જેમ જીવનમાંથી લપ્સી જાય એવી બાબત છે, એક દિવસ ચુક્યા એટલે બીજા દિવસે આળસ અને ત્રીજા દિવસે અદેખાઈ તમને હતાં ત્યાં લાવી દેશે.

હવે મૂળ વાત કરીએ, સુપર 30 ફિલ્મ કેટલાએ જોઈ છે?
આનંદ કુમાર વિશે વાંચીએ એટલે ખબર પડે કે કે એક વિશિષ્ટ ઉદેશ્ય માટે વ્યક્તિગત પરિશ્રમ અને સચોટ માર્ગદર્શન જરૂરી છે. એટલે ફક્ત 30 જણ જ એની વાર્ષિક બૈચ માં બેસે અને સફળ થાય. એવું મોટીવેશનલ ટ્રેનર નથી કરતા. તેઓ હજારો લોકોને એક સાથે એક સરખું ભાષણ આપશે. પછી વિડ્યો મારફતે હજી લાખો લોકો સુધી પહોંચશે, જાણે ભગવાને એક જ DNA માંથી આખા ગામનું સર્જન કર્યું હોય. પરિણામ, 99% નિષ્ફળતા અને હતાશા, કારણ કે આપણે એ કરવા ગયા જે આપણા ગજાનું નથી.

સફળતાનાં સિદ્ધાંતોને પૈસાની ઓળખ જ આપવી નકામી છે, કાર્યકુશળતા ને જ પ્રાથમિકતા આપીએ. હું ફલાણી ગાડી લાવીશ એવા ટાર્ગેટ રાખતાં પહેલા ક્યારે કેટલું કમાવીશ અને કેવી રીતે એ પહેલાં શીખીએ. મોટા ઘર લેવાના સપનાં જોવા જ જોઈએ પણ એની એક એક ઈંટ ક્યાંથી આવશે એ પહેલા વિચારીએ. નહીંતર મૂંગેરીલાલ જેવા થઈશું અને દુનિયા મૂર્ખ કહીને મજાક ઉડાવશે.

-મહેન્દ્ર શર્મા 3.7.2020

Gujarati Motivational by Mahendra Sharma : 111494579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now